બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિતે સન્માન સભા યોજાઈ

  • April 22, 2025 12:28 PM 

જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે જામનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ ડો. વિનોદ ભંડેરીના અધ્યક્ષસ્થાને બંધારણના ઘડવૈયા, ભારતરત્ન ડૉ. ભીમરાવ આંબેડકર સન્માન સભા નું આયોજન કરવામાં આવેલ.

આ બેઠકમાં જિલ્લા સંગઠન પ્રભારી ભાનુભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહેલ. આ ઉપરાંત જિલ્લાના પૂર્વ પ્રમુખ ડો. પી. બી. વસોયા, ચંદ્રેશભાઈ પટેલ, રમેશભાઈ મુંગરા સહિત ચૂંટાયેલ પ્રતિનિધિઓ, દરેક મંડલના હોદેદારો, કાર્યકરો, પ્રબુધ્ધ નાગરિકો, ડોકટરો, વકીલો, શિક્ષકો સહિત જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, અગ્રણી દિલીપભાઈ ભોજાણી જિલ્લાના હોદેદારો, સેલના પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ.

ગોવા શીપીંગ યાર્ડના ડાયરેકટર હસમુખભાઈ હિંડોચા અને રાજકોટના પૂર્વ મેયર રક્ષાબેન બાળીયાએ ડો. બાબાસાહેબ આંબેડકરજીના જીવન અને કાર્યો વિશે ઉપસ્થિત પ્રબુધ્ધ નાગરિકો સાથે વિશદ ચર્ચા કરેલ.

જિલ્લા સંગઠન પ્રભારી ભાનુભાઈ મહેતા અને જિલ્લા અધ્યક્ષ ડો. વિનોદ ભંડેરીએ ડો. બાબાસાહેબ આપેલ સૂત્ર 'શિક્ષિત બનો, સંગઠીત બનો' આજે પણ ઉપકૃત હોવાનું પ્રાસંગિક ઉદબોધનમાં જણાવેલ.

સન્માન સભાના ઈન્ચાર્જો નાથાભાઈ વારસાકીયા, હિરજીભાઈ ચાવડા તથા ભૂમિતભાઈ ડોબરીયાએ સમગ્ર કાર્યક્રમના ઈન્ચાર્જો અભિષેકભાઈ પટવા, કુમારપાલસિંહ રાણા તથા ભવાનભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ સુંદર આયોજન કરી કાર્યક્રમને સફળ બનાવેલ હોવાનું જિલ્લા મીડીયા સેલ કન્વીનર નરેન્દ્રસિંહ પરમારની અખબારી યાદી જણાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News