સૌંદર્યના ધોરણો દરેક માટે અલગ-અલગ હોય છે. કેટલાક લોકોને પાતળા લોકો ગમે છે. તો કેટલાક લોકોને જાડા લોકો ગમે છે. કેટલાક લોકોને ઊંચા લોકો ગમે છે. તો અમુક લોકોને નાની ઉંચાઈવાળા લોકો ગમે છે. આ બાબતમાં લોકોની પોતાની પસંદગીઓ છે. જો કે મોટાભાગના લોકોને જોશો, તો તેઓ પાતળા લોકો પસંદ કરે છે, ખાસ કરીને યુવતીઓની બાબતમાં દરેકની પસંદગી પાતળી યુવતી પસંદ હોય છે.
લોકોને પાતળી યુવતીઓ ગમે છે અને યુવતીઓ પણ પોતાને સ્લિમ રાખવાનું ખૂબ પસંદ કરે છે. આ માટે તે વર્કઆઉટ, કાર્ડિયો અને અન્ય શારીરિક પ્રવૃત્તિઓ કરે છે પરંતુ વિશ્વમાં એક એવો દેશ છે. જ્યાં જાડી યુવતીઓને પસંદ કરવામાં આવે છે. એટલું જ નહીં, યુવતીઓને ચરબીયુક્ત બનાવવા માટે તેમને બળજબરીથી ખોરાક પણ ખવડાવવામાં આવે છે.
ઉત્તર-પશ્ચિમ આફ્રિકન દેશ મોરિટાનિયામાં લોકોને જાડી યુવતીઓ ગમે છે. મોરિટાનિયાના જૂના રિવાજો અનુસાર, આ દેશમાં યુવતીઓનું જાડું હોવું એ મોટી સંપત્તિ અને પ્રતિષ્ઠાની નિશાની તરીકે જોવામાં આવે છે. અને આ જ કારણ છે કે આ દેશમાં પરિવારો નાની ઉંમરથી જ છોકરીઓને બળજબરીથી ખવડાવવાનું શરૂ કરી દે છે. જેથી જ્યારે તે મોટી થશે ત્યારે તેનું વજન ઘણું વધી જશે. આટલું જ નહીં, આ દેશના લોકો માને છે કે જો યુવતી જાડી હશે. તેથી તેને સારો પતિ પણ મળશે. આ કારણથી પરિવારના સભ્યો યુવતીઓને ખાવા માટે દબાણ કરે છે. જેથી તે લગ્ન પહેલા જ જાડી થઇ જાય.
મોરિટાનિયામાં આ પરંપરાને લેબ્લોઉ કહેવામાં આવે છે. જેમાં બાળકીઓનું વજન વધારવા માટે બાળપણથી જ દૂધ, માખણ અને એવા પદાર્થો આપવામાં આવે છે જેમાં વધુ કેલરી હોય. જો કોઈ છોકરીને ખાવાનું ન ભાવે તો પણ તેને બળજબરીથી ખવડાવવામાં આવે છે. આ એક પરંપરા છે જે આ દેશમાં વર્ષોથી ચાલી આવે છે. દેશના લોકોનું માનવું છે કે જાડી કન્યા પરિવારની પ્રતિષ્ઠા વધારે છે અને પૈસા પણ લાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોંડલ જજ કોલોની પાછળ નદીમાં લુહાર આધેડનો મૃતદેહ મળ્યો
April 05, 2025 11:37 AMવીજ દર અને ચાર્જ યથાવત રાખતું વીજ નિયમન પંચ: સ્માર્ટ મીટર લગાવે તેને બે ટકા રિબેટ મળશે
April 05, 2025 11:35 AMમાત્ર 25 સેકંડ અને હુથીઓ હતા ન હતા થઈ ગયા અમેરિકાનો હુથી વિદ્રોહીઓ પર વિનાશક હુમલો
April 05, 2025 11:32 AMસુવરડામાં ફાઈટર પ્લેન દુર્ઘટનાના શહીદને ગ્રામલોકોએ આપી શ્રઘ્ધાંજલી
April 05, 2025 11:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech