કાલાવડના રાજડા ગામના ખેડૂતને ફોન પર મારી નાખવાની ધમકી

  • July 17, 2021 01:29 PM 

સુરતના વરાછાના શખ્સ સામે કરાતી ફરિયાદ

કાલાવડના રાજડા ગામમાં રહેતા ખેડૂતને મોબાઈલ ફોન પર સુરતના વરાછા ખાતે રહેતા શખ્સે જેમતેમ અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

કાલાવડ તાલુકાના રાજડા ગામમાં રહેતા ખેતીકામ કરતા અશોકભાઈ કાનજીભાઈ ટીબડીયા ઉંમર ૪૮ દ્વારા કાલાવડ ગ્રામ્ય પોલીસમાં ગઈકાલે સુરતના વરાછા ખાતે હીરાબાગ, રામનગર સોસાયટી 1, મકાન નંબર 36 માં રહેતા અનિલ પરસોતમ આસોદરીયાની વિરુદ્ધ આઈપીસી કલમ 504, 506(2), 507 મુજબ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં જણાવ્યું હતું કે ગત તા.7/6/ 21 ના સમય દરમિયાન રાજડા ગામે ફરિયાદી અશોકભાઈ હતા ત્યારે આરોપી અનિલ આસોદરીયા એ પોતાના મોબાઈલ નંબર પરથી ફરિયાદીને તેના મોબાઇલ ફોન પર જેમ-તેમ અપશબ્દો બોલી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.

ફરિયાદ દાખલ થતા પોલીસ દ્વારા મોબાઈલ નંબરના આધારે તપાસ ચલાવવામાં આવી રહી છે. ઉપરાંત ક્યાં કારણોસર ધમકી દેવામાં આવી એ બાબત પણ ચકાસવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS