કેશોદના ખેડૂત દંપતીને ૧૫મી ઓગસ્ટ નિમિત્તે રાષ્ટ્ર્રપતિ દ્રારા મળ્યું નિમંત્રણ

  • August 14, 2024 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેશોદના ટીટોડી ગામનાં વતની ભરતભાઈ નસીત અને મીતાબેન નસીત દંપતીને રાષ્ટ્ર્રપતિ દ્રારા નિમંત્રણ આપી ૧૫મી ઓગષ્ટ્ર નિમિત્તે ઉપસ્થિત રહેવા વિશેષ આયોજનમાં સહભાગી થવા આમંત્રણ આપવામાં આવ્યું છે. કેશોદના ટીટોડી ગામનાં ભરતભાઈ નસીત અને મીતાબેન નસીત દંપતી એક અનોખી સિદ્ધિ રહેલી છે. તેઓએ ઓર્ગેનિક ખેતી દ્રારા શાકભાજીના દેશી બિયારણને બચાવવા એક બીજ બેક બનાવી છે. કેશોદના ટીટોડી ગામનાં નસીત દંપતી દ્રારા ભારત ભ્રમણ કરી ચારસો જેટલી પ્રજાતિના લુ થતાં બિયારણને બચાવવા ભગીરથ કાર્ય કયુ છે. કુદરતી રીતે પ્રાચીન સમયમાં ફળ ફળાદી, ઓસડીયા અને વનસ્પતિના ખજાનાથી જીવનધોરણ વણાયેલું હતું ત્યારે રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓ અને સુધારેલા વધુ ઉત્પાદન આપતાં બિયારણનો આડેધડ ઉપયોગથી આદિકાળથી સચવાતા આરોગ્યપ્રદ ખેતપેદાશોની શોધ કરી છે. કેશોદના ટીટોડી ગામનાં નસીત દંપતી દ્રારા છવ્વીસ રાજયોમાં પ્રવાસ કરી ડુંગરાળ પ્રદેશમાં આદીવાસી વિસ્તારમાં પહોંચી ફુલ છોડ વનસ્પતિ અને વૃક્ષોની ઉપયોગીતા ઉછેર અને માવજતની માહિતી એકઠી કરી ચારસો જેટલી પ્રજાતિના લુ થતાં બીજ એકઠાં કરીને બીજ બેક મારફતે વિતરણ અને સમગ્ર માહિતી આપવાનું અનોખું કાર્ય કરવામાં આવી રહ્યું છે. વર્ષેાની ભરતભાઈ નસીત અને મીતાબેન નસીત દંપતીની અથાગ મહેનતનું આજે યોગ્ય સન્માન મળ્યું છે રાષ્ટ્ર્રપતિ દ્રારા પંદરમી ઓગષ્ટ્ર નિમિત્તે યોજાયેલા ખાસ આયોજનમાં ઉપસ્થિત રહી સહભાગી બનવા આમંત્રણ આપવામાં આવતાં નાનકડાં એવા ટીટોડી ગામ અને કેશોદ શહેરમાં ગૌરવની લાગણી સાથે ખુશી વ્યાપી ગઈ છે.
કેશોદના ટીટોડી ગામનાં ભરતભાઈ નસીત અને મીતાબેન નસીત દંપતી દિલ્હી ખાતે પહોંચી ગયા છે અને રાષ્ટ્ર્રપતિના મહેમાન બનીને કેશોદને ગૌરવ અપાવ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application