વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા હોમગાર્ડ સભ્યનો વિદાય સમારોહ યોજાયો

  • May 29, 2024 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર સીટી“ એ ” યુનિટ હોમગાર્ડઝના સાર્જન્ટ મેજર યોગેશ રમણીકલાલ જેઠવા ૩૬ વર્ષથી કાર્યરત તથા હોમગાર્ડઝ સભ્ય મુકેશ નાનજીભાઈ પરમાર ૧૬ વર્ષની દીર્ધકાલીન ફરજકાળ દરમ્યાન તમામ ફરજો જેવી કે ચુંટણી, ઈમરજન્સી, બહારગામ રૂટીન તહેવારોની ફરજો, ડીઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ તાલીમ પરેડમાં ઉપસ્થિત રહી એક નિયમિત હોમગાર્ડઝ સભ્ય તરીકેની છાપ ઉભી કરીને વય મર્યાદાથી નિવૃત થતા તેઓને વિદાયમાન આપવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમની શરૂઆતમાં જીલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશભાઈ સરવૈયા, નિવૃત સ્ટાફ ઓફિસર ડીવીઝનલ કમાન્ડર સુનીલભાઈ ત્રિવેદી, સીટી "એ" યુનિટના ઓફિસર કમાન્ડીંગ જયેશભાઇ રાણા દ્વારા યોગેશ જેઠવા તથા મુકેશ પરમારને શાલ, સન્માનપત્ર અને પુષ્પહાર આપીને સન્માન કરાયું તેમજ તેમના શેષ જીવન તેમના કુટુંબ અને સમાજની સેવા, તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથે વ્યતીત કરે તેવી હોમગાર્ડઝ પરિવારે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.


આ કાર્યક્રમમાં હોમગાર્ડઝ દળના અધિકારી હિતેશ જેવા, રાજેન્દ્ર ઓઝા, જયેન્દ્ર કણજારીયા, મહિલાવિંગના ઇન્ચાર્જ જીજ્ઞાશાબેન અંબાસણા તથા બહોળી સંખ્યામાં હોમગાર્ડઝ જવાનો ભાઇ/બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીટી "બી" યુનિટના ઓફિસર કમાન્ડીંગ મનીષ મર્થક દ્વારા કરવામાં આવ્યું હત અને કાર્યક્રમને સફળ બનાવવા યુનિટના અધિકારી રાજેન્દ્ર ઓઝા તથા એન.સી.ઓ. સંદીપ દાઉદીયા, બ્રિજેશ વારા, મનોજ વારા, રાજેન્દ્ર જેઠવા, દિપેશ જેઠવાએ જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application