શહેરના મોરબી રોડ સુખસાગર સોસાયટી પાસે યુવાનને તેના કૌટુંબિક ભાઈએ સમાધાન માટે બોલાવી યુવાન અને તેના મોટાભાઈ પર ધારદાર હથિયાર વડે હત્પમલો કરી દીધો હતો. યુવાનની પત્નીને આરોપી અગાઉ મેસેજ કરતો હોય જે બાબતે માથાકૂટ થઈ હતી જેના સમાધાન માટે બોલાવી આ હત્પમલો કરવામાં આવ્યો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના ઓમપાર્ક શેરી નંબર ૩ માં રહેતા સોની વેપારી રવિ હરસુખભાઈ ભીંડી(ઉ.વ ૩૫) દ્રારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે કેશોદ તાલુકાના ખીરસરા ધેડ ગામે રહેતા યોગેશ હરગોવિંદભાઈ ભીંડીનું નામ આપ્યું છે. યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે સોની બજારમાં પ્લેટિનિયમ ચેમ્બરમાં દુકાન ભાડે રાખી સોની કામની મજૂરીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.યુવાને આઠેક વર્ષ પૂર્વે પ્રેમ લ કર્યા હતા બાદમાં સુરત રહેતા સાસરીયાઓ સાથે તેમને કોઈ વ્યવહાર નથી.
આજથી દસેક માસ પૂર્વે તેના સગા મોટા બાપુના દીકરા એવા યોગેશે યુવાનની પત્નીને મેસેજ કરી હેરાન કરતો હોય જે બાબતે પત્નીએ વાત કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને બાદમાં વડીલો વચ્ચે પડતા બંને પક્ષે બોલવાનો વ્યવહાર બધં કરી નાખ્યો હતો.
દરમિયાન ગત તારીખ ૨૧–૧૦–૨૦૨૪ ના રાત્રિના યુવાન ઘરે હતો ત્યારે અજાણ્યા નંબર પરથી યોગેશનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, ૧૦ મહિના પહેલાંની વાતનું સમાધાન કરવું છે અહીં મોરબી રોડ પર નાની રેલવે ફાટક પાસે સુખસાગર સોસાયટીની પાછળ રેલવે ટ્રેક પાસે આવ તેમ કહેતા યુવાન તેની પત્ની સાથે રાત્રિના આવી ગયો હતો ત્યાં યોગેશ તથા બે અજાણ્યા શખસો ફોર્ડ ફીગો કાર પાસે ઉભા હતા. જેથી યુવાન અહીં જઈ સમાધાનની વાતચીત કરતા તેના અને યોગેશે વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા યોગેશે ઉશ્કેરાઈ તેને મૂઢ માર મારવા લાગતા યુવાને તેના મોટાભાઈ વિપુલને ફોન કરીને બોલાવ્યો હતો. બાદમાં અન્ય બે અજાણ્યા શખસો એ પણ ગાળો ભાંડી યુવાનને માર મારવા લાગ્યા હતા.
દરમિયાન યોગેશે કોઈ ધારદાર હથિયાર વડે યુવાનને બાવડાનાભાગે ઘા ઝીંકી દીધા હતા તેનો મોટો ભાઈ વિપુલ વચ્ચે પડતા તેને પણ બે ઘા ઝીંકી દીધા હતા બાદમાં આ શખસો અહીંથી જતા રહ્યા હતા. હત્પમલામાં ઘવાયેલા બંને ભાઈઓને ૧૦૮ મારફત સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યોગેશ તથા તેની સાથેના બે અજાણ્યા શખસો વિદ્ધ ફરિયાદ નોંધાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech