ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં ડમ્પરે ઓટો–રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ૫ લોકોના મોત થયા છે. ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રા જાણકારી મુજબ ડમ્પર તેજ ગતિએ આવી રહ્યું હતું અને સામેથી આવી રહેલી ઓટોરિક્ષાને ટક્કર મારી હતી. જેના કારણે ઓટોનો આગળનો આખો ભાગ નાશ પામ્યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ટક્કર બાદ ઓટોમાં બેઠેલા લોકો બહાર પડી ગયા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ રાહત કાર્ય શ કયુ હતું. લોકોએ તરત જ એમ્બ્યુલન્સ બોલાવી અને ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. ઘટનાની માહિતી મળતા જ પોલીસની એક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, જેણે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી. તેની સારવાર ચાલી રહી છે.
ઓટોરિક્ષા સાથે અથડાયા બાદ ડમ્પરનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો છે. આ અકસ્માત કારવી કોતવાલી વિસ્તારના અમનપુરમાં થયો હતો. ઓટો ચિત્રકૂટ રેલવે સ્ટેશનથી રામઘાટ જઈ રહી હતી, જેમાં ૯ લોકો મુસાફરી કરી રહ્યા હતા. મીડિયા રિપોટર્સ અનુસાર, યારે ઓટોએ આગળ જઈ રહેલા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યેા ત્યારે સામેથી આવતા ડમ્પરે તેને ટક્કર મારી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech