ખંભાળિયાના બસ સ્ટેશનમાં પીધેલો બસ ચાલક ઝડપાયો

  • July 24, 2021 10:45 AM 

    ખંભાળિયાના એસ. ટી. ડેપોમાંથી આજરોજ વહેલી સવારે કેફી પીણું પીધેલી હાલતમાં એક બસના ચાલકને ઝડપી લેવામાં આવ્યો હતો.

    ખંભાળિયાના એસ.ટી. ડેપોની કંટ્રોલ ઓફિસમાંથી સવારે આશરે પોણા સાત વાગ્યે અહીંના પોલીસ મથકમાં એક એસ.ટી. બસ ચાલક કેફી પીણું પીધેલી હાલતમાં હોવા અંગેની જાણ કરાતા અહીંનો પોલીસ સ્ટાફ બસ સ્ટેશન ખાતે દોડી ગયો હતો અને જૂનાગઢ જિલ્લાના કુતિયાણા તાલુકાના બાટવા ખાતે રહેતા લખમણભાઈ જેઠાભાઈ મારુ નામના 46 વર્ષીય બસ ચાલકને બસ સ્ટેશન વિસ્તારમાંથી કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો.

   આ અંગે અહીંના પોલીસ કોન્સ્ટેબલ નાગાજણભાઈ કારીયાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે બસના ચાલક લખમણભાઈ મારુ સામે પ્રોહી. એક્ટ મુજબ ધોરણસર ગુનો નોંધ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS