ગૃહમંત્રીના શહેર સુરતમાં જ ભાજપના કાર્યકર્તાનું ડ્રગ સપ્લાયનું નેટવર્ક પકડાયુ

  • July 23, 2024 01:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજ્યમાં ડ્રગ સપ્લાયરો, ડ્રગના કાળા કારોબારીની કમર તોડી નાખવાની હાકલ કરનારા રાજયના ગૃહમંત્રીના હોમ ટાઉન સુરત સીટીમાં જ ડ્રગ સપ્લાયનું નેટવર્ક ભાજપ સાથે જ જોડાયેલા કાર્યકતર્િ દ્વારા ચલાવાતું હોવાનો પદર્ફિાશ થતાં સ્થાનિક ભાજપમાં ભારે હડકંપ મચ્યો છે. વિરોધપક્ષને હોહા કે વિરોધ કરવાની તક સાંપડી ગઇ છે. સુરત એસઓજીએ રાજસ્થાની શખસને પકડી પાડયા બાદ ડ્રગનો જથ્થો સુરતમાં સપ્લાય થતો હોવાનું નેટવર્ક ખુલ્યું હતું. ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ પુત્ર સહિતના વોન્ટેડ આરોપીએની પોલીસે શોધ હાથ ધરી હતી.
સુરતના ઉંઘતા દરવાજા પાસે આવેલી ઓયો હોટલમાં ડ્રગ સપ્લાય કરવા આવેલા રાજસ્થાનના ચેતન કિશનલાલ શાહને એસઓજીની ટીમે 350 ગ્રામ મેફેડ્રોન ડ્રગ સાથે પકડી પાડયો હતો. ડ્રગનો જથ્થો મગાવનારા સ્થાનિક શખસો તરીકે સુરત લઘુમતી મોરચાના પ્રમુખના પુત્ર રેહાન અંસારી, વિકાસ આહિર, અનિશખાન પઠાણના નામ ખુલ્યા હતાં.
ધી ગ્રાન્ડ લી ઇન હોટલમાંથી 35.49 લાખના ડ્રગ, આઠ લાખની કાર, બે મોબાઇલ મળી 44.75 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. સુરતના રેહાન જમીન અહમદ અન્સારી, અનિષખાન ઉર્ફે અન્નુ લાકડાવાલા, અજીઝખાન પઠાણ તથા વિકાસ શંકરભાઇ આહિરને ડ્રગની ડિલેવરી આપવાની હોવાનું આરોપી ચેતન શાહએ રટણ કર્યું હતું. એસઓજીએ અનુ લાકડાવાલા તથા વિકાસને ઝડપી લીધા હતાં.
જયારે સુત્રધાર રેહાન હાથમાં આવ્યા ન હતાં. રેહાનના પિતા જમીલ બીરયાની ભાજપ લઘુમતિ મોરચાના ઉપપ્રમુખ છે. જયારે વિકાસ આહિર યોગની આદિત્યનાથની હિંદુ યુવા વાહિનીમાં છે તેમજ સુરતમાં ભાજપ્નો કાર્યકતર્િ હોવાનું જાણવા મળે છે. ભાજપ્ના મોટા માથાઓ રાજકીય નેતાઓ સાથે વિકાસના ફોટાઓ પણ વાયરલ થયા છે. વિકાસ સામે લૂંટ, અપહરણ સહિતના ગુનાઓ નોંધાઇ ચૂકયા છે. અનિષખાન સામે પણ 2017માં હત્યા, અપહરણનો ગુનો નોંધાયો હતો. ડ્રગ સપ્લાયના ગુનામાં બે માસ પૂર્વે મુકત થયો હતો.

પેડલર તરીકે વિદ્યાર્થીનો ઉપયોગ
સુરતમાં ડ્રગ સપ્લાય કરવા આવેલા ચેતન શાહ નામના યુવક રાજસ્થાનના ઉદયપુરનો વતની છે અને ઉદયપુરમાં કોલેજમાં અભ્યાસ કરે છે. રાજસ્થાનના જાવેદ નામના શખસે એમજી ડ્રગ સુરતમાં ત્રિપુટીને પહોંચતુ કરવા માટે મોકલ્યો હતો. આરોપી અગાઉ પણ સુરતમાં 300 ગ્રામ જેવો જથ્થો સપ્લાય કરી ગયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. ખ્યાલ ન પડે એ માટે ડ્રગ સપ્લાયના પેડલર તરીકે વિદ્યાર્થીનો ઉપયોગ થતો હોવાનું ખુલ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News