પોરબંદરમાં જિલ્લાકક્ષાની શાળાકીય જુડો સ્પર્ધા યોજાતા ૬૨ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત તેમજ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, પોરબંદર દ્વારા સંચાલિત ૬૮મી અખિલ ભારતીય શાળાકિય જિલ્લા કક્ષા જુડો અન્ડર-૧૪, ૧૭, ૧૯ ભાઈઓ તથા બહેનોની સ્પર્ધાનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લાની અલગ અલગ શાળા-સંસ્થામાંથી આ સ્પર્ધામાં ખેલાડીઓ ભાગ લેવા માટે આવ્યા હતા. આ સ્પર્ધાનું આયોજન પોરબંદરના સાંદીપનિ શ્રીહરિ મંદિર સામે આવેલા સરદાર પટેલ રમત સંકુલ ખાતે થયું હતું. આ સ્પર્ધામાં ૬૨ ખેલાડીઓએ ભાગ લીધો હતો. પોરબંદર જિલ્લા રમતગમત અધિકારી ડો. પ્રવિણાબેન પાંડાવદરા, બોખીરાની ડિવાઈન પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી દિપેનભાઈ ઓડેદરા, ચીફ રેફરી પરિમલભાઈ પાંજરી, હિતેશભાઈ બારડ, ભરતભાઈ જુંગી, જેસલભાઈ કડછા, શબાનાબેન તુર્ક પઠાણ તેમજ વિવિધ શાળાના વ્યાયામ શિક્ષકોે, કોચો તથા વાલીઓ આ સ્પર્ધામાં ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech