દારૂનો નશો કરીને છરી લઈ મારવા દોડેલા નાના ભાઈને પોલીસમાં ફોન કરી પકડાવી દીધો
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં દારૂ પીવા માટેના પૈસાની માંગણી કરવાના મામલે બે ભાઈઓ વચ્ચે તકરાર થઈ હતી, અને દારૂનો નશો કરીને છરી લઈ મારવા દોડેલા નાનાભાઈને મોટાભાઈએ પોલીસને ટેલીફોન કરી પકડાવી દીધો હતો, અને તેની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી લેવામાં આવી છે.
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા આનંદભાઈ ઘેલુભાઈ માડમે પોતાના જ નાનાભાઈ મયુર ઉર્ફે ધર્મેન ઘેલુભાઈ માડમને દારૂનો નશો કરી પૈસાની માંગણી કરવા અંગે તેમજ છરી લઈને મારવા દોડવા અંગેની ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસને ટેલીફોન કર્યા પછી પોલીસ ટીમ દોડતી થઈ હતી, અને દારૂનો નશો કરેલા નાનાભાઈની ધરપકડ કરી લેવામાં આવી છે.
ફરિયાદી આનંદભાઈ માડમના નાનો ભાઈ નવાગામ ઘેડમાં જ રહેતો મયુર માડમ દારૂનો નશો કરીને આવ્યો હતો, અને પરીવારના એક મહિલા સભ્ય પાસે દારૂ પીવા માટે પૈસાની માંગણી કરી હતી.
જેને પૈસા આપવાની મોટાભાઈ આનંદભાઈએ ના પાડતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારબાદ નાનો ભાઈ છરી લઈને આવ્યો હતો, અને મોટાભાઈને મારવા માટે દોડતાં મોટાભાઈએ પોલીસ કંટ્રોલમાં જાણ કરી દીધી હતી. જેથી પોલીસની જીપ તે દરમિયાન સ્થળ પર આવી પહોંચી હતી, અને દારૂનો નશો કરીને હાજર રહેલા મયુર માડમની અટકાયત કરી લઈ તેની સામે દારૂબંધી ભંગ બદલ ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત મોટાભાઈ આનંદભાઈની ફરિયાદના આધારે મયુરભાઈ માડમ સામે આઇપીસી કલમ ૩૨૩,૫૦૪, ૫૦૬(૨) અને ૧૩૫(૧) મુજબ પણ ગુનો નોંધવામાં આવ્યો છે, અને તે ગુનામાં પણ તેની ધરપકડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech