લોકપ્રિય માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X એ ઓગસ્ટની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે તે બ્રાઝિલમાં તેની કામગીરી બંધ કરી રહ્યું છે. Xની સેન્સરશિપને લઈને બ્રાઝિલની સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
આ મામલાને લઈને Xએ કહ્યું કે અમને અપેક્ષા હતી કે બ્રાઝિલની સુપ્રીમ કોર્ટ ગુરુવારે મોડી રાત્રે Xને બંધ કરવાનો આદેશ આપશે. Xએ તેના સોશિયલ મીડિયા પર આ વિશે પોસ્ટ કર્યું. Xએ તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે અમને આશા હતી કે બ્રાઝિલની સુપ્રીમ કોર્ટના જજ એલેક્ઝાન્ડ્રે ડી મોરેસ સમયમર્યાદા વીતી ગયા બાદ ટૂંક સમયમાં જ Xને વહેલી તકે બંધ કરવાનો આદેશ આપશે.
અગાઉ, બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે ઈલોન મસ્કની સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ ફર્મના સ્થાનિક બેંક એકાઉન્ટને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. ઈલોન મસ્કની તેમાં 40 ટકા ભાગીદારી છે. એક્સ અને બ્રાઝિલ કોર્ટ વચ્ચેના વિવાદને કારણે ઈલોન મસ્ક નુકસાનનો સામનો કરી રહ્યા છે.
સ્ટારલિંકે અગાઉ પુષ્ટિ કરી હતી કે તેને જજ તરફથી ઓર્ડર મળ્યો છે. આ આદેશ અનુસાર, કંપનીને બ્રાઝિલમાં નાણાકીય વ્યવહારો કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ઇલોન મસ્કએ ગુરુવારે તેની પોસ્ટમાં મોરેસ પર હુમલો કર્યો. તેણે સ્ટારલિંકના બેંક એકાઉન્ટને બ્લોક કરવાના નિર્ણયને ગેરકાયદેસર ગણાવ્યો. તેમણે કહ્યું કે ન્યાયાધીશના આદેશની અસર શેરધારકો તેમજ સામાન્ય બ્રાઝિલિયનો પર પડશે. કોર્ટ કંપની તેમજ તેના શેરધારકો અને સામાન્ય બ્રાઝિલિયનોને સજા કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech