જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના અરલા ગામમાં રહેતા એક દિવ્યાંગ યુવાને પોતાના એકલવાયા જીવનથી કંટાળી જઇ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. જે મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના અરલા ગામમાં રહેતા અને નાનપણથી બંને પગમાં દિવ્યાંગ એવા રાજેશ અમૃતલાલ ખખ્ખર નામના ૪૮ વર્ષના યુવાને પોતાના એકલવાયા જીવનથી કંટાળી જઇ પોતાના હાથે ઝેરી દવા પી લીધી હતી, જેથી તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કરાયું હતું.
આ બનાવ અંગે મૃતક ના માતા અરુણાબેન મહેશભાઈએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય ના એ.એસ.આઈ.જી.આઈ. જેઠવા એ મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવ અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં એક જ રાતમાં 1000થી વધુ બાંગ્લાદેશી ઝડપાયા
April 26, 2025 10:31 AMએલઓસી પર બીજી રાતે પણ પાકનો ગોળીબાર, ભારતનો પણ વળતો પ્રહાર
April 26, 2025 10:29 AMઈસરોના પૂર્વ અધ્યક્ષ ડૉ.કે.કસ્તુરીરંગનનું નિધન, કાલે અંતિમવિધિ
April 26, 2025 10:25 AMદ્વારકામાં રાજકોટના વૃદ્ધ બન્યા હનીટ્રેપનો શિકાર
April 26, 2025 10:24 AMક્વેટામાં આઈઈડી વિસ્ફોટ, પાકના 10 સૈનિકના મોત
April 26, 2025 10:18 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech