ઉનાળાની કાળઝાળ ગરમીમાં હવે લોકો ઠંડા પાણીમાં ધુબાકા મારવા તૈયાર થઇ જજો કારણકે, જામનગર મહાપાલિકા સંચાલિત સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં આજથી ફરીથી સ્વીમીંગ પુલ શરૂ થઇ ગયો છે બહેનો માટે કોચ સાથે અલગ વ્યવસ્થા છે.
વેકેશન શરૂ થઇ ગયું છે. બાળકો અને વિદ્યાર્થીઓ પણ વધુમાં વધુ આ સ્વીમીંગ પુલનો લાભ લે તે માટે કોર્પોરેશને અનુરોધ કર્યો છે. થોડા દિવસ પહેલા સમગ્ર સ્વીમીંગ પુલની સાફસફાઇ કરીને નવુ પાણી નાખવામાં આવ્યું હતું.