દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંદર્ભે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

  • June 12, 2021 10:57 AM 

કોવિડ-19 અન્વયે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના માર્ગદર્શનને ધ્યાને લેતા રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા કેટલાક નિયંત્રણો મુકવામાં આવેલ છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. નરેન્દ્રકુમાર મીનાએ આગામી તા. 26 સુધી કેટલીક સૂચનાઓની ચૂસ્ત પણે અમલવારી કરવા એક જાહેરનામું પ્રસિધ્ધ કરાવ્યું છે.

આ જાહેરનામા અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જીમ 50 ટકા ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે એસ.ઓ.પી.ને આધિન ચાલુ રાખી શકાશે. જાહેર બાગ-બગીચાઓ સવારના 6 થી  સાંજના 7 સુધી કોરોનાના નિયમોને આધિન ખુલ્લા રાખી શકાશે. લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 50 વ્યક્તિઓની મંજૂરી રહેશે. જે માટે “ડીજીટલ ગુજરાત” પોર્ટલ પર નોંધણીની જોગવાઈ યથાવત રહેશે. અંતિમક્રિયા તથા દફનવિધી માટે મહત્તમ 20 વ્યકિતઓની મંજૂરી રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો મહત્તમ 50 વ્યક્તિઓની મર્યાદામાં કોરોના ગાઈડલાઈનના પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી.ને આધીન યોજી શકાશે.

ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે ખોલી શકાશે, પરંતુ એક સાથે 50 થી વધુ વ્યક્તિઓ એકત્રિત ન થાય તે અંગે ખાસ કાળજી રાખવાની રહેશે. આઇએલટીએસ તથા ટોએફેલ જેવી પરીક્ષાઓ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી. સાથે યોજી શકાશે. વાંચનાલયો 50 ટકા ક્ષમતા અને પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 60 ટકા પેસેન્જરની કેપેસીટી સાથે ચાલુ રહેશે. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટસ – કોમ્પ્લેક્ષ, સ્ટેડીયમ, સંકુલોમાં રમત-ગમત ચાલુ રહેશે. અઠવાડીક ગુજરી, બજાર, હાટ, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઈન શિક્ષણ સિવાય), શૈક્ષણિક કાર્યક્રમો, સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, મનોરંજનના સ્થળો, સ્પા, સ્વિમીંગ પુલ બંધ રહેશે.

અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા મુસાફરોને આરટીપીસીઆર ટેસ્ટ સબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ પડશે. તમામએ ફેસ કવર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે તથા આ જાહેરનામાનો ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે તેમ વધુમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS