BREAKING NEWS

ગ્રાહકે પિત્તો ગુમાવી SBIના કર્મીને ફડાકો ઝીંક્યો, પછી બંને વચ્ચે બાથંબાથી થઈ, સામસામે મારામારી કરી, રાજકોટનો વીડિયો વાઇરલ

  • January 13, 2026 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના રણછોડનગર વિસ્તારમાં આવેલી SBI બેંકની એક બ્રાન્ચમાં ભારે હંગામો સર્જાયો હતો. બેંકમાં ફરજ બજાવતા કર્મચારી અને એક ગ્રાહક વચ્ચે થયેલી બોલાચાલી ઉગ્ર બની જતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.​​​​​​​

ગ્રાહકે અચાનક કર્મચારી પર ગુસ્સો કાઢ્યો અને જોરદાર ફડાકો ઝીંકી દીધો

પ્રાપ્ત માહિતી મુજબ, રણછોડનગર સ્થિત SBI બ્રાન્ચમાં એક ગ્રાહક પોતાની બેંકિંગ કામગીરી માટે આવ્યો હતો. આ દરમિયાન કર્મચારી સાથે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી. સ્થાનિક લોકોની ચર્ચા મુજબ બેંક કર્મચારી દ્વારા ગેરવર્તણૂક થતી હોવાનું ગ્રાહકને લાગતા તે ગુસ્સે થયો હતો. વાત વધતા ગ્રાહકે અચાનક કર્મચારી પર ગુસ્સો કાઢ્યો અને જોરદાર ફડાકો ઝીંકી દીધો હતો. આ ઘટનાથી કર્મચારી પણ ઉશ્કેરાઈ ગયો અને બંને વચ્ચે બાથંબાથી શરૂ થઈ ગઈ હતી.


ઘટનાથી અન્ય ગ્રાહકો અને સ્ટાફ ભયભીત થઈ ગયા

બેંકની અંદર અને બહાર બંને વચ્ચે જોરદાર મારામારી થવા લાગી હતી. બંનેએ એકબીજાના વાળ ખેંચ્યા હતા અને ગાળાગાળી પણ કરી હતી, જેના કારણે બેંક પરિસરમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાને જોઈને બેંકમાં હાજર અન્ય ગ્રાહકો અને સ્ટાફ ભયભીત થઈ ગયા હતા.


રસ્તા પરથી પસાર થતા લોકો પણ થંભી ગયા

મારામારીની ઘટના જોઈને રસ્તા પરથી પસાર થતા લોકો પણ થંભી ગયા હતા અને તમાશો જોવા માટે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. કેટલાક લોકોએ બંનેને અલગ પાડવાની કોશિશ કરી હતી, પરંતુ બંને ખૂબ જ ઉશ્કેરાયેલા હોવાથી વુખૂટા થઈ રહ્યા નહોતા. આખરે સ્થાનિક લોકોની મદદથી સ્થિતિ કાબૂમાં આવી હતી.


સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

આ સમગ્ર ઘટનાનો વીડિયો કોઈએ મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે હવે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થતાં બેંકની કામગીરી અને સ્ટાફના વર્તન અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. હાલ આ મામલે બેંક પ્રશાસન અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application