ઉપલેટા સ્મકશાન પાસે મોજદીના પાણીમાં છેલ્લ ા એક માસ થયા મગરે ધામા નાખતા લોકો અને ખેડૂતોમાં ભય પેસી ગયો છે. આ મગરને પકડી લેવા પૂર્વ નગર સેવક રજાકભાઈ હિંગોરાએ માગણી કરેલ છે.
શહેરના સ્મશાનની પાછળ મોજ નદીમાં ડુમિયાણી જતા જૂના માર્ગના કાઠે છેલ્લ ા એક માસ થયા મગર દેખાઈ રહી છે. આ મોજ નદીના કાઠે માલધારીઓ પોતાના પશુને પાણી પીવડાવવા તેમજ ખેડૂતોની મોટી સંખ્યામાં અવરજવર તેમજ સ્થાનિક વિસ્તારોમાં બાળકોપણ મોજ નદીમાં ન્હાવા જતાં હોય બહેનો દ્રારા કપડા ધોવા સહિતની કામગીરી કરતા હોય છે. ત્યારે અજાણ્યા લોકો કે માલધારીઓ નદીના કાઠે પાણી પીવા કે પીવડાવવા માટે જાય ત્યારે કોઈ અઘટિત ઘટના બને તે પહેલા ફોરેસ્ટર વિભાગ દ્રારા આ મગરને પકડવાની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે તેને કારે માનવભક્ષી મગર કોઈનો ભોગ લ્યે તે પહેલા પકડી પાડવા પૂર્વ નગર સેવક રજાકભાઈ હિંગોરાએ માગણી કરેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅફેર્સ દ્વારા એડમિશન ફેરનું આયોજન
April 29, 2025 04:05 PMજીએસટી અપિલેટમાં અપીલના ફિઝિકલ ફાઈલિંગની જોગવાઈની આશા રાખતા વેપારીઓ તથા સલાહકારો
April 29, 2025 02:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech