જામનગર નજીક હોટલને સીલ કરી હોવા છતાં રેસ્ટોરન્ટ ચાલુ કરી દેનાર ત્રણ હોટલ સંચાલકો સામે ગુનો નોંધાયો

  • June 01, 2024 10:56 AM 

જામનગર મહાનગરપાલિકાની ટીમે બાયપાસ રોડ ઉપર આવેલી સુપર ફેમીલી રસ્ટોરન્ટ માં ફાયર એનઓસીના અભાવે સીલ લગાવેલું હતું, અને હોટલ નવા દેશ ના થાય ત્યાં સુધી ચાલુ નહીં કરવા માટેની સૂચના અપાઇ હતી. તેમ છતાં ગત રાત્રે હોટલ સંચાલક દ્વારા પાછલા બારણેથી ગ્રાહકોને પ્રવેશ આપીને હોટલ ચાલુ કરી દીધા નું સામે આવ્યું હતું.


જેથી સરકારી આદેશનો અનાદર કરવા બદલ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી નીતિન રવિશરણ દીક્ષિત દ્વારા પંચકોશી બી. ડિવિઝન પોલીસમાં હોટલ સંચાલકો સામે ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ સી.એમ. કાંટેલિયા એ હોટલના ત્રણ ભાગીદારો જીતેન્દ્ર કગથરા, વિશાલ ધીરજલાલ કોટક, અને વિરેન ચંદુલાલ બોરા સામે આઇપીસી કલમ ૩૩૬, ૧૮૮ અને ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

ગુજરાત રાજ્ય ફાયર પ્રીવેન્શન લાઈફ એન્ડ સેફ્ટી મેજર્સ એક્ટ ૨૦૧૩ મુજબ રેસ્ટોરન્ટને સીલ કરી બીજો હુકમ નથાય ત્યાં સુધી બંધ રાખવાનો આદેશ કરાયો હતો, જે આદેશનો અનાદર કરી હોટલ શરૂ કરી દેતાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News