ધોરાજીમાં જામકંડોરણા જકાતનાકા પાસે રોડની સાઈડમાં બેઠેલા દંપતીને રોંગ સાઈડમાં ધસી આવેલી ઇકો કારે હડફેટે લીધું હતું. જેમાં પતિ–પત્ની બંનેને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલી પરિણીતાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે ચાલક સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ધોરાજીમાં જામકંડોરણા જકાતનાકા પાસે ખાડામાં રહેતા સંજય ધનજીભાઈ ડાભી (ઉ.વ ૩૦) અને તેમના પત્ની પાબેન સંજયભાઈ ડાભી (ઉ.વ ૨૪) બંને ગત તા. ૫૮ ના સાંજના સમયે ઘર પાસે જેતપુર ચોકડીથી જકાતનાકા વચ્ચેના રોડ પર સાઈડમાં બેઠા હતા દરમિયાન ઇકો કાર નંબર જીજે ૧૧ બીઆર ૦૮૭૦ પુરપાટ ઝડપે રોંગ સાઈડમાં ધસી આવી હતી અને તેણે દંપતીને લીધું હતું.
અકસ્માતમાં પતિ પત્ની બંનેને ઈજા પહોંચી હોય સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં પરણીતા કૃપાબેનને ગંભીર ઈજા પહોંચી હોય તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અહીંથી રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ જતા હતા દરમિયાન રસ્તામાં બેભાન થઈ જતા પરત જૂનાગઢ હોસ્પિટલ લઈ ગયા હતા. યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી પરણિતાને મૃત જાહેર કરી હતી.
અકસ્માતમાં મોતને ભેટનાર પાબેનને સંતાનમાં ત્રણ વર્ષનો પુત્ર રોનક અને એક વર્ષનો પુત્ર રોહન હોવાનું જાણવા મળ્યું છે. તેના પતિ સંજયભાઈ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અકસ્માતની આ ઘટના અંગે સંજયભાઈ ડાભીની ફરિયાદ પરથી ધોરાજી સિટી પોલીસે છે ઇકો નંબર જીજે ૧૧ બીઆર ૦૮૭૦ ના ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએક્ઝિટ પોલના આંકડા વિશે ભાજપના નેતા બ્રિજભૂષણ સિંહે કહ્યું, 'હરિયાણા વિશે બોલવાની મનાઈ છે'
October 06, 2024 01:59 PMબેન્જામિન નેતન્યાહુએ ખામેનીની ધમકી પર કહ્યું, હુમલાનો જવાબ આપવો એ અમારો અધિકાર...
October 06, 2024 11:00 AMમુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક ઘરમાં ભીષણ આગ લાગતા, એક જ પરિવારના 7 લોકોના મોત
October 06, 2024 10:41 AMમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech