ભાવનગર શહેરના કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં અગાઉ મારા-મારીનો કેસ કોર્ટમાં ચાલુ હોય જેની દાઝ રાખી ઈરફાન ઉર્ફે પાનીયો તથા અકરમ ઉર્ફે ભોપો બન્ને શખ્સએ ફરિયાદીને સમાધાન કરવા માટે દબાણ કરતા હોય પરંતુ ફરિયાદી સમાધાન કરવા માંગતા ન હોય જેથી તેની દાઝ આ બન્ને ભાઇઓએ ફરિયાદીને તથા તેના પતિને જેમ ફાવે તેમ ગાળૉ આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ બનાવ અંગે જાણવા મળતી.માહિતી અનુસાર શબાનાબેન સાદિકભાઇ ગોરી (ઉ.વ.૪૯, ધંધો:-ઘરકામ, રહે. કુંભારવાડા, મોતીતળાવ, શેરી નં:-૦૭, મસ્જિદ ખેરની પાછળ)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ સાંજના સાડા નવેક વાગ્યે પતિ સાદિકભાઈ મો.સા.લઈને મહિલા કોલેજથી મોતીતળાવ પોતાના ઘરે જતા હતા. તે દરમિયાન કુંભારવાડા, મોતીતળાવ રોડ, અકીબના વજન કાંટા પાસે રોડ ઉપર પહોંચતા પાછળથી એક સફેદ એક્ટીવા મોટરસાયકલ લઈને ઈરફાન ઉર્ફે પાનીયો તથા તેનો ભાઈ અકરમ ઉર્ફે ભોપો બન્નેએ મોટરસાયકલની બાજુમાં આવેલ અને હાથ લાંબો કરીને તેના પતિ સાદિકભાઇને કહેલ કે, તું કોર્ટમા અગાઉના કેસનુ સમાધાન કરી નાખજે નહિતર રમજાન પછી તારા નાના દિકરા નાજીમને તથા તને જીવતો નહિ રહેવા દવ તેમ ધમકી મારતા સમગ્ર બનાવનો મોબાઈલમાં વિડીયો ઉતારવા જતા આ ઈરફાન ઉર્ફે પાનીયો જેમ ફાવે તેમ તેઓ તથા તેમના પતિને ગાળો દેવા લાગેલ જેથી વીડીયો ઉતારવા પ્રયાસ કરતા ઈરફાન ઉર્ફે પાનીયો મોટરસાયકલ ચલાવતો હોય જે મોટરસાયકલ ચલાવી જતો રહેલ અને જતા જતા બન્ને જણાએ પતિ-પત્ની બન્નેને જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. અને ફરિયાદી તેમના પતિ સાદિકભાઇ તથા દિકરા નાજીમ સાથે બોરતળાવ પોલીસ મથક ખાતે અગાઉ મારા-મારીનો કેસ કોર્ટમાં ચાલુ હોય જે મામલે ઈરફાન ઉર્ફે પાનીયો તથા અકરમ ઉર્ફે ભોપો બન્ને સમાધાન કરવા માટે દબાણ કરતા હોય પરંતુ સમાધાન કરવા માંગતા ન હોય જેથી તેની દાઝ રાખી બન્ને ભાઇઓએ મહિલા તેમજ તેમાં પતિને જેમ ફાવે તેમ ગાળૉ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધવતા પોલીસે ફરિયાદના આધારે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech