ખીજડીયા બાયપાસ પાસે કારની હડફેટે દંપતિને ઇજા

  • July 26, 2023 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અઠવાડીયા પુર્વેના બનાવમાં કારચાલક સામે રાવ

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે અઠવાડીયા પુર્વે કારે બાઇકને હડફેટે લેતા જામનગરના દંપતીને ફ્રેકચર સહિતની ઇજા પહોચતા આ અંગે કારચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના ગુલાબનગર પહેલા ઢાળીયે રહેતા કાનજીભાઇ માધવજીભાઇ પરમાર (ઉ.વ.૭૪) નામના વૃઘ્ધ તથા તેમના પત્ની ઉજીબેન (ઉ.વ.૭૦) બંને પોતાનું મોટરસાયકલ નં. જીજે૧૦એઆર-૦૬૦૮ લઇને ગત તા. ૧૭ના બપોરના અઢી વાગ્યાના અરસામાં જામનગર આવતા હતા.
આ વેળાએ ખીજડીયા બાયપાસ જયમાતાજી હોટલ પાસે પહોચતા પાછળથી ફોરવ્હીલ કાર નં. જીજે૩સીએ-૫૨૨૦ના ચાલકે પોતાની કાર પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી મોટરસાયકલને ઠોકર મારી અકસ્માત સર્જયો હતો.
અકસ્માતમાં કાનજીભાઇ પગના ભાગે ઇજા તથા તેમના પત્ની ઉજીબેનને પગના ભાગે ફ્રેકચર જેવી ઇજા પહોચાડી હતી આ અંગે કાનજીભાઇ પરમાર દ્વારા ગઇકાલે પંચ-એમાં ફોરવ્હીલ કારના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application