૩ સામે લેન્ડગ્રેબીંગ હેઠળ ગુનો : એક આરોપી સકંજામાં
જામનગરના લીમડાલાઇન મેઇન રોડ પર રહેતા અને નિવૃત જીવન વ્યતીત કરતા જયપ્રકાશ સામજીભાઇ સાપરીયા (ઉ.વ.૭૫)એ રાજકોટના ડો. યાજ્ઞીક રોડ પર રામકૃષ્ણ આશ્રમ સામે ન્યુ જાગનાથમાં વૃંદાવન એપાર્ટમેન્ટમાં આવેલો પોતાનો ફલેટ બે-ચાર મહીના માટે ઉપયોગમાં આપ્યો હતો જે આરોપી જયેશ હરીભાઇ સાવલાણી, તેની પત્ની મીનાક્ષીબેન અને પુત્ર જયએ પચાવી પાડયાની લેન્ડ ગ્રેબીંગ હેઠળ પ્ર.નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
ફરીયાદમાં જયપ્રકાશભાઇએ જણાવ્યુ છે કે ૧૯૮૫ની સાલમાં તેમણે આ ફલેટ ખરીદયો હતો, તે વખતે ફલેટમાં પરિવાર સાથે રહી એલ્યુમીનીયમના વાસણ બનાવવાનો ધંધો કરતા હતા, ૨૦૦૦ની સાલમાં ધંધો સમેટી લીધો હતો, મિકેનીકલ એન્જીનીયર હોવાથી મોટાભાઇ મનસુખભાઇને જામનગરમાં જે ડ્રીલ મશીન બનાવવાની ફેકટરી હતી તેમા જોડાઇ ગયા હતા એટલુ જ નહી પરિવાર સાથે જામનગર રહેવા જતા રહયા હતા.
ત્યારબાદ પુત્ર અમેરીકા અભ્યાસ માટે રવાના થઇ ગયો હતો જેને કારણે રાજકોટમાં આવેલો તેનો ફલેટ ખાલી હતો તેના ઓળખીતા જયેશભાઇ હતા, જેની સાથે ૧૫ વર્ષ પહેલા પરિચય થયો હતો, તે વખતે પોતે જામનગરમાં રહેતા હોવાથી રાજકોટના ફલેટનુ લાઇટબીલ અને મેઇન્ટેનન્સ ભરવાનુ કામ જયેશે પોતે કરશે તેમ કહેતા હા પાડી હતી જેથી તે જ આ કામ કરતો હતો. એટલુ જ નહી ફલેટની સાફ સફાઇ વગેરે માટે તેને ચાવી પણ આપી હતી આ પછી જયારે અવાર નવાર રાજકોટ આવવાનુ થતુ ત્યારે આ ફલેટમાં રોકાયા હતા.
૨૦૧૪માં જયેશે તેમને કોલ કરી કહયુ કે તેણે રાજકોટમાં જે ફલેટ લીધો છે તેનું પઝેશન બે-ચાર મહીના પછી મળે તેમ છે જેથી તમારો ફલેટ ત્યા સુધી રહેવા માટે આપી આ વાત સાંભળી તત્કાળ સંમત થઇ ગયા હતા અને ભાડા વગર જ જયેશને પોતાનો ફલેટ ઉપયોગ માટે આપ્યો હતો તે વખતે ફલેટ ફુલ્લી ફર્નીસ્ડ હતો ફલેટમા રહેવા આવ્યાને ચાર પાંચ માસ થયા બાદ જયેશે કહયુ કે તેણે જે ફલેટ લીધો છેે તેનો પ્રોજેકટ અટકી ગયો છે બિલ્ડરે તેને રકમ પરત આપી દીધી છે જેથી બીજી કોઇ વ્યવસ્થા ન થાય ત્યા સુધી વધુ થોડો સમય ફલેટમા રહેવા દેવા માટે મંજુરી માગી હતી જે માટે પણ સહમત થઇ ગયા હતા.
આ પછી પત્ની સાથે એમરીકા જતા રહયા હતા લોકડાઉન આવી જતા ૨૦૨૨ સુધી અમેરીકામાં રોકાયા હતા પરત આવ્યા બાદ રાજકોટ રહેવાનુ નકકી કર્યુ હોવાથી જયેશને ફલેટ ખાલી કરવાનુ કહેતા થોડી મુદત માગ્યા બાદ બહાના બતાવવાનું શરુ કર્યુ હતું આખરે કંટાળીને તેને રુબરુ મળવા જતા પત્ની અને પુત્ર સાથે મળી કહયું કે હવે આ ફલેટ ખાલી કરવાનો નથી. આ ફલેટ અમારો છે. હવે અહીયા આવતા નહી નહીતર હાડકા ભાંગી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી તેના વિરુઘ્ધ કલેકટર ઓફીસમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ અરજી કરી હતી જેના આધારે પ્ર.નગર પોલીસે ગુનો નોંધી એક આરોપી જયને સકંજામાં લઇ તપાસ આગળ વધારી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech