જામનગરમાં વીજ કરંટથી હંગામી કર્મચારીના મોતના બનાવમાં કોન્ટ્રાક્ટ એજન્સીના માલિક સામે ગુનો નોંધાયો

  • July 01, 2021 11:34 AM 

એજન્સી વાળાએ બેદરકારી દાખવ્યાની ફરિયાદ થતાં પોલીસ દ્વારા તપાસ

જામનગરના દિગ્વિજય પ્લોટ 58 માં આશરે એક મહિના પહેલા કોન્ટ્રાક એજન્સીના કટર મશીનના કર્મચારીનું ઝાડ કાપતી વેળાએ વીજ કરંટ લાગવાથી મૃત્યુ નીપજયું હતું, આ બનાવમાં કોન્ટ્રાક્ટ એજન્સીના માલિક સામે બેદરકારી દાખવ્યાની પોલીસ ફરિયાદ દાખલ થતા ચકચાર મચી છે. જે ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ આગળ વધારવામાં આવી છે.

જામનગરના શંકર ટેકરી પાણીના ટાંકા પાસે રહેતા અને મૂળ જામજોધપુરના મંઇકી ગામના વતની શોભનાબેન કરણાભાઈ ઉર્ફે કરણભાઈ ડાભી ઉંમર વર્ષ 30 એ ગઈકાલે સીટી-એ ડિવિઝનમાં સાઈનાથ મેન પાવર સપ્લાયર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્સીના માલિક નયનાબેન સંજય રાજપરા ( રહે. જામનગર) ની વિરૂદ્ધ આઈપીસીની કલમ 304 (એ) મુજબ ફરિયાદ નોંધાવી છે.

જેમાં જણાવ્યું છે કે, આ કામના આરોપી સાઈનાથ મેન પાવર સપ્લાયર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિકે ફરિયાદીના પતિને કોઈપણ સેફ્ટીના સાધનો વગર તથા કોન્ટ્રાક્ટરના જવાબદાર સુપરવાઇઝર વગર બેદરકારી તથા બેફિકરાઈ દાખવી પોતાની તથા બીજાની જિંદગી જોખમાઈ તે રીતે ફરિયાદીના પતિ કરણભાઈ ને જેએમસીના મેન લીફ્ટ મશીન દ્વારા ઉપર ચડાવીને ઝાડની ડાળીઓ કાપવાનું કામ કરાવતા હોય તે દરમિયાન મશીન કટર ચાલુ વીજ લાઈનમા અડી જતા વીજ કરંટ લાગવાથી ફરિયાદીના પતિનું મૃત્યુ નીપજયું હતું.

ઉપરોક્ત બનાવ ગત તારીખ 26 /5 /21 ના સમયગાળામાં દિગ્વિજય પ્લોટ 58, જ્ઞાનગંગા સ્કૂલ પાસે વૈશાલી એપાર્ટમેન્ટ સામે બન્યો હતો. વધુમાં જાણવા મળ્યા મુજબ, મરણજનાર કરણભાઈ ઉપરોક્ત કોન્ટ્રાક્ટ એજન્સી મારફતે જેએમસીમા કોન્ટ્રાક્ટ બેઝ પર છેલ્લા ચાર-પાંચ મહિનાથી ઝાડ કાપવાના મશીનમાં હેવી ડ્રાઈવર તરીકે મજૂરી કામ કરતા હતા. આ ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ આગળ વધારવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS