ઉત્તર પ્રદેશના કાનપુર બાદ હવે રાજસ્થાનના અજમેરમાં ટ્રેનને પાટા પરથી ઉતારવાના ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. હકીકતમાં રાજસ્થાનમાં પણ રેલવે ટ્રેક પર એક કિવન્ટલ વજનનો સિમેન્ટ બ્લોક મૂકવામાં આવ્યો હતો, જેથી ટ્રેન પાટા પરથી ઉતરી જાય. અજમેરમાં ટ્રેનને ઉથલાવી દેવા માટે પાટા પર સિમેન્ટના ભારે બ્લોક મૂકવામાં આવ્યા હતા. સદનસીબ વાત એ હતી કે માલવાહક ટ્રેનનું એન્જીન સિમેન્ટ બ્લોક તોડીને આગળ વધ્યું હતું. રેલ્વે ડ્રાઈવરની સૂચના પર આરપીએફ ઘટનાસ્થળે પહોંચી અને ટ્રેકનું નિરીક્ષણ કયુ.
રેલવે ટ્રેક પર બે જગ્યાએ સિમેન્ટના બ્લોક મૂકવામાં આવ્યા હતા. અજમેરમાં, સરધના અને બાંગર ગ્રામ સ્ટેશન વચ્ચે બે સ્થળોએ એક કિવન્ટલ કિલો વજનના સિમેન્ટના બ્લોકસ રાખવામાં આવ્યા હતા. આ કેસમાં ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પેારેશનના કર્મચારીઓ રવિ બુંદેલા અને વિશ્વજીત દાસે એફઆઈઆર નોંધાવી છે. એફઆઈઆર મુજબ રાત્રે ૧૦:૩૬ કલાકે માહિતી મળી હતી કે ટ્રેક પર સિમેન્ટ બ્લોક મૂકવામાં આવ્યો છે. યારે અમે સ્થળ પર પહોંચ્યા તો જોયું કે બ્લોક પાટાની બાજુમાં પડો હતો. એક કિલોમીટર આગળ બીજા બ્લોકને તોડીને પાટાપર રાખવામાં આવ્યા હતા, આ બંને બ્લોક અલગ અલગ જગ્યાએ રાખવામાં આવ્યા હતા. આ પછી ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પેારેશન અને રેલવે પ્રોટેકશન ફોર્સએ સાથે મળીને સરધનાથી બાંગર ગ્રામ સ્ટેશન સુધી પેટ્રોલિંગ કયુ. આ દરમિયાન સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું હતું. સિમેન્ટના બ્લોક સાથે અથડાવાને કારણે માલગાડીના એન્જિનને પણ નુકસાન થયું હતું. માલગાડીના ડ્રાઈવરે આસિસ્ટન્ટ પ્રોજેકટ મેનેજર હરિ કિશન મીણાને ઘટના અંગે જાણ કરી હતી. બાંગર ગામના સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટે રવિવારે રાત્રે ૧૦:૩૬ કલાકે આ અંગેની માહિતી આપી, ત્યારબાદ ટ્રેકની તપાસ કરવામાં આવી.
રાજસ્થાનમાં એક મહિનામાં ૩ વખત ટ્રેનને પાટા પરથી ઉતારવાનું કાવતરૂ
આરપીએફને જે સ્થળેથી ટ્રેન અથડાઈ ત્યાંથી સિમેન્ટના ટુકડા મળ્યા છે. આરપીએફએ માંગલિયાવાસ પોલીસ સ્ટેશનમાં આ મામલે એફઆઈઆર નોંધી છે. ફરિયાદ નોંધ્યા બાદ પોલીસ આરોપીને શોધવામાં વ્યસ્ત છે. એક મહિનામાં ત્રીજી વખત રાજસ્થાનમાં ટ્રેનને પાટા પરથી ઉતારવાનું ષડયત્રં રચવામાં આવ્યું છે. આ પહેલા ૨૮ ઓગસ્ટે બરાનના છાબરામાં ગુડસ ટ્રેનના પાટા પર બાઇકનો સ્ક્રેપ ફેંકવામાં આવ્યો હતો. જેમાં બાઇકના જકં સાથે એન્જિન અથડાયું હતું. ૨૩ ઓગસ્ટના રોજ, તે પાલી ખાતે અમદાવાદ–જોધપુર વંદે ભારત ટ્રેક પર મૂકવામાં આવેલા સિમેન્ટ બ્લોક સાથે અથડાઈ હતી.
કાનપુરમાં પણ ટ્રેનને પાટા પરથી ઉતારવાનું કાવતં નિષ્ફળ થયું
ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં સિલિન્ડર અને અન્ય વિસ્ફોટક સામગ્રી પાટા પર મૂકીને કાલિંદી એકસપ્રેસને પાટા પરથી ઉતારવાના પ્રયાસના સંબંધમાં સોમવારે બે સ્થાનિક હિસ્ટ્રી–શીટર સહિત છ લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી. કાનપુર પશ્ચિમના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) રાજેશ કુમાર સિંહે આ વાતની પુષ્ટ્રિ કરી છે. સિંહે કહ્યું કે અટકાયતમાં લેવાયેલા લોકોની સંપૂર્ણ પૂછપરછ કરવામાં આવી રહી છે, પરંતુ મીડિયા સાથે વિગતવાર માહિતી શેર કરવાનો ઇનકાર કર્યેા. પોલીસનું કહેવું છે કે આ ખુલાસો તપાસને અસર કરી શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech