બગસરામાં બીજા દિવસે પાલિકા દ્વારા ૫૮ દુકાનો ધરાવતું કોમ્પલકસ સીલ

  • June 01, 2024 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બગસરામાં પાલિકા દ્વારા સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી સહિત ૫૮ જેટલી દુકાનો ધરાવતું મારૂતિ કોમ્પલેક્ષ શીલ કરવામાં આવ્યું હતું જ્યારે આ કોમ્પલેક્ષ શહેરની મધ્યમાં તેમજ ખૂબ જ પોષ વિસ્તારમાં આવેલ છે અને આ કોમ્પલેક્ષમાં એક સહકારી મંડળી પણ આવેલ છે ત્યારે પાલિકા દ્વારા તેમજ મામલદાર તેમજ પ્રાંત અધિકારી અને પોલિસ સ્ટાફ અને પીજીવીસીએલના અધિકારીઓને સો રાખીને આ કોમ્પલેક્ષ આજે શીલ કરવામાં આવેલ છે તેમજ અન્ય શહેરની ઘણી બધી દુકાનોને નોટીશ ફટકારવામાં આવી હતી આ તમામ દુકાનો કે જે શહેરની મધ્યમાં આવેલ છે તેમજ લોકોની ખૂબ મોટા પ્રમાણમાં અવર જવર ના રહેતી હોય છે આવી તમામ દુકાનોને કે જ્યાં ફાયર સેફ્ટી ની કે ફાયરના બાટલા ની તે તમામ દુકાનોને શીલ કરવાની નોટીશ ફટકારવામાં આવી હતી ત્યારે શહેરનાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયેલ છે અને એક તરફ વેપારીઓમાં  ગણગણાટ પણ સાંભળવા મળેલ છે કે શું આ પાલિકા અને મામલદાર ઓફિસ તેમજ પ્રાંત ઓફીસ અને પોલિસ સ્ટેશનમાં ફાયર સેફ્ટી છે કે શું પણ આ ઓફિસમાં બહારી આવી અધિકારી ઓ ચેક કરે તો સાચી વાસ્તવિકતા બહાર આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
આ બાબતે ચીફ ઓફિસરને પૂછતા તેમણે જણાવ્યું કે હજુ પણ આ કામગીરી પુર જોશમાં ચાલશે અને આ કામગીરી ૧૮ તારીખ સુધી ચાલુ રહશે અને બગસરા શહેરના તમામ કોમ્પલેક્ષ તમામ ખાનગી સ્કૂલનું પણ ચેકીંગ યા બાદ જ સ્કૂલ ચાલુ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application