કોઈ દેશ કે રાજ્યમાં વર્ષોથી રાજ કરતો હિટલર સાહી પક્ષ સત્તામાંથી દૂર થાય અને પરિવર્તન સાથે નવા પક્ષની સત્તાનું સુકાન આવે ત્યારે જનતામાં જે ખુશી છલકાતી જોવા મળે એ પ્રકારની ખુશી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ જોવા મળી રહી છે. આ સાથે જ સિવિલમાં શોખ-સાહેબીની સત્તા ઉપર પૂર્ણ વિરામ મુકાયો છે. અને સાદાઈને શ્રેષ્ઠ માની કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે સોમવારથી ચાર્જ ડો.મોનાલી માકડીયાએ સંભાળ્યા બાદ તત્કાલીન સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ત્રિવેદીએ જે શોખ સાહેબી બતાવવા માટે ના ઠાઠ માઠ ઉભા કયર્િ હતા એ દૂર કરવાનું કામ સૌ પહેલા શરૂ કર્યું છે. ઘર આંગણેથી જ શરૂઆત કરવામાં આવે તેમ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસથી જ તેમણે શરૂઆત કરી સરકારના પરિપત્ર મુજબ પ્રોટોકોલમાં મેડિકલ કોલેજના ડીન અને સુપ્રિન્ટેન્ડેન્ટની પોસ્ટ એક કેડર હોવાથી જો ડીનને અર્ટિગા કાર સરકારી નિયમ મુજબ ફાળવવામાં આવતી હોઈ તો સુપ્રિન્ટેન્ડેન્ટને કેમ ઇનોવા ? આ પ્રશ્નાર્થ સાથે ડો.માકડીયાએ ઇનોવા કારને બદલે નિયમ મુજબ જ અર્ટિગા કાર જ મુકવા એજન્સીને જણાવ્યું હતું.
આ ઉપરાંત તત્કાલિન સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ત્રિવેદીએ હોસ્પિટલ આવે કે કોઈ કાર્યક્રમમાં જાય તો રોલો પડે એ માટે દરવાજો ખોલવા એક ગાર્ડ રાખ્યા હતા આ ગાર્ડની પણ પોતાને જરૂર ન હોવાનું કહી અન્ય જગ્યાએ મુકવા કહી દેવામાં આવ્યું હતું. એટલું જ નહીં ઘણા સમયથી ઓફિસમાં પણ પોતાની પોસ્ટની જગ્યાએ બેસીને કામ કરવાની બદલે પીએ તરીકે કામ કરતા સ્ટાફ સહિતના કર્મચારીઓને પણ કામ સોંપી પોતાની જગ્યા બતાવી દેવામાં આવી છે.
સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ડો.મોનાલી માકડીયાએ ગઈકાલે ઇમર્જન્સી વિભાગથી મેડિસિન સહિતના વોર્ડમાં વિઝીટ લીધી હતી. વિઝીટ દરમિયાન ઇમર્જન્સી વોર્ડ સહિતના વિભાગમાં કડક શબ્દોમાં સૂચનાઓ આપવાને બદલે બિન જરૂરી ચીજવસ્તુઓને દૂર કરવા તેમજ જે કોઈ સાધનો કે વસ્તુની જરૂરિયાત હોઈ તો ઓફિસમાં લેખિતમાં આપી જણાવી દેવા માટેનું હાજર સ્ટાફને જણાવ્યું હતું. આ ઉપરાંત દર્દીઓની સારવારને લઇ વોર્ડ સ્ટાફ ને યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. તેમની સરપ્રાઈઝ વિઝીટ દરમિયાન ફોટોગ્રાફી કરવાની સ્પષ્ટ ના કહેવામાં આવી હતી. આ ફરજનો એક ભાગ છે. અને મહિનામાં અનેક વખત વિઝીટ લેવાની રહેશે જ, આ સાંભળનારાઓ તબીબી સ્ટાફમાં એવી ચચર્િ થઇ હતી કે સિવિલમાં હવે બદલાવ આવશે.
અત્રે ઉલ્લેખનીય છે ડો.મોનાલી માકડીયા બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા છે માટે ક્લિનિકલ સાઈડથી આવે છે અને દરરોજ દર્દીઓ સાથે સીધો સંપર્ક ધરાવે છે, હોસ્પિટલમાં શું હોવું જોઈએ કેવી સુવિધા હોવી જોઈએ દર્દીઓને તકલીફ ન પડે એ માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવી એ ખુબ સારી જાણે છે. આથી વધુ કે સેલ્ફ ડિસિશન પાવર સ્ટ્રોંગ હોવાથી નિર્ણયો ફટાફટ લેવામાં આવશે જેના કારણે વહીવટી પ્રક્રિયા પણ સરળ અને ઝડપી બનશે. અહીં હોસ્પિટલના તબીબો, સ્ટાફ સહિતના ઈચ્છી રહ્યા છે કે, જે કામગીરી શરૂ કરવામાં આવી છે એ પ્રામાણિક રીતેની કામગીરી આગળ પણ ચાલે અને સિવિલની ખરડાયેલી છબીને સુધારવામાં આવે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.
અગાઉ મધપૂડો પાડવા વિચાર કરવો પડતો, હવે દરેક પ્રક્રિયા ફટાફટ થશે
જ્યાં પોતાની વિચાર શક્તિ મજબૂત હોઈ ત્યાં ડિસિશન પાવર સ્ટ્રોંગ હોઈ છે, અને જ્યાં બીજાના વિચારોથી કામ લેવામાં આવે ત્યાં દરેક નિર્ણય ખુદ માટે પણ શંકાના સ્થાને હોઈ છે. ડો.આર.એસ.ત્રિવેદીના કાર્યકાળમાં ઝનાનામાં સગભર્ઓિને હાનિ પહોંચાડે એ મધપૂડો પાડવો કે નહીં તેનો વિચાર કરવા પાછળ અઠવાડિયું નીકળી જતું હતું. આ ઉપરાંત દરેક ખરીદી, બિલમાં સહી કરવી, વહીવટી અને સરકારના કાગળો, ખુલાસોના જવાબ બધા માટે બે લાખના પગાર લેતા મેડિકલ ઓફિસરોમને નોડલ તરીકે નીમી દેવામાં આવ્યા હતા વિચારો નોડલમાં અને સહી ડો.ત્રિવેદીની ત્યારે હવે ડો.મોનાલી માકડીયા ખુદ સેલ્ફ ડિસિશન માટે પાવરફુલ હોવાનું મેડિકલ કોલેજ અને સિવિલના તબીબી કેમ્પસમાં જ ચચર્ઈિ રહ્યું છે. આ કારણે હવે સુપ્રિન્ટેડનેટ ઓફિસમાં મહિનાઓ સુધી ન નીકળતી ફાઈલો જટ પટ નીકળતી જોવા મળશે.
ખુરશી પાછી મેળવવા માટે મરણિયા પ્રયાસ
સિવિલમાં ડો.આર.એસ.ત્રિવેદીના કાર્યકાળ દરમિયાન હોસ્પિટલના જ કેટલાક કોન્ટ્રાકટ કર્મચારીથી લઇ કાયમી તબીબી અધિકારીઓની બીજાના નામે દુકાનો ચાલતી હતી જે હવે આવતા દિવસોમાં બંધ થવાની આરે છે. માટે સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયાની પ્રારંભિક પોતાની ઓફિસથી જ સાફ સફાઈ શરૂ કરતા કેટલાકના પેટમાં તેલ રેડાયું છે. જયારે સૂત્રોનું માનીએ તો દુકાનમાંથી ભાગ આપતા લોકો હવે તેમના સાહેબ પાસે પણ જઈ શું કરવું તે અંગે પરામર્શ કરી રહ્યા છે. પરંતુ હાલ તો તેમના સાહેબ પણ પોતાનું શું થશે એ ચિંતામાં જ ગરક છે અને આમ પણ તેમને વિચારવા માટે નોડલની જરૂર પડતી હતી. જો કે હાલ તો એવી પણ માહિતી મળી રહી છે કે, જલ્દીથી ખુરશીએ સાહેબ ફરી બિરાજમાન થાય એ માટે ખુદ સાહેબ પોતાની કેડરના ઉપરાંત ગાંધીનગર, દિલ્હીમાં અધિકારી કેડરમાં જ્ઞાતિ જ્ઞાતિ ભાઈ ભાઈના વહેવાર ગોતી રહ્યા છે તો કમિશનની કટકીના ભાગીદારો પણ રાજકીય જેક સહિતનું એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech