પોરબંદર નજીકના રાણાવાવ ગામે સરકારી જમીનમાં અનધિકૃત રીતે દબાણ થયુ હોવાનુ જણાવી તેને દૂર કરવા માટે મુખ્યમંત્રીને ફરિયાદ કરવામાં આવી છે.
રાણાવાવ આર.ટી.આઇ. એકટીવિસ્ટ સંગઠનના પ્રમુખ વિનોદ એચ. પરમારે મુખ્યમંત્રી, મહેસુલ મંત્રી અને ગૃહમંત્રીને લેખિત ફરિયાદ કરીને તંત્ર સામે જ કેટલાક ગંભીર આક્ષેપ કર્યા છે જેમાં જણાવ્યુ છે કે પોરબંદર જિલ્લાના રાણાવાવ ગામમાં રોડ ટચ કરોડોની કિંમતી જમીન સરકારની આવેલી છે. જેના રે.સ.નં. ૪૧૫/૧/૨ અને નવા રે.સ.નં. ૧૨૨૦ છે. આ સરકારી રે.સ.નં ૧૨૨૦વાળી જમીન સરકારની માલિકી અન્વયે રાણાવાવ સીટી તલાટી દ્વારા ખરાઇ કરી અને લેખિતમાં એવું જણાવેલ છે કે આ જમીન સરકારના ખાતે ચાલે છે.
આ કરોડોની કિંમતી સરકારી જમીનમાં રાણાવાવ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા જમીન ઉપર કબ્જો કરવા માટે ઠરાવો કરી પોતાની માલિકીની જમીન બતાવી અને સુખડી પેટે રકમ વસુલી અને રેવન્યુ સરકારી જમીન ભાડા પેટે આપી દેવાનુ કારસ્તાન કરેલ છે. તેવો ગંભીર આક્ષેપ કરીને વિનોદ પરમારે ઉમેર્યુ છે કે આ કરવાની સત્તા તેમને રહેલ નથી. તેમજ આ જમીનમાં રાજાશાહીના વખતથી પ્રજા માટે સાર્વજનિક નટવરસિંહજી ગાર્ડન આવેલ છે. આ ગાર્ડનમાં પણ ગેરકાનૂની દબાણ કરેલ છે અને કરાવેલ છે. તેમજ આ ગાર્ડનમાં આવેલ વર્ષો જુના વૃક્ષોનું નિકંદન કાઢી અને નટવરસિંહજી ગાર્ડનમાં રેતી અને કાંકરી ઠાલવવામાં આવે છે
તેમજ દિવાળીના સમયે ફટાકડાના સ્ટોલ માટે નગરપાલિકા ભાડુ વસુલી અને સ્ટોલ ચલાવવા માટેની રેવન્યુની જગ્યામાં મંજૂરીઓ આપે છે. તેમજ આ નટવરસિંહજી ગાર્ડનમાં નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ રોડ બનાવવા માટેના કબ્જો કરવા માટે રોડ બનાવવા માટે વાપરવામાં આવતો સામાન ઠાલવવામાં આવે છે. તેમજ આ નટવરસિંહજી ગાર્ડનમાં નગરપાલિકા પોતાના વાહનો રાખે છે અને આ જમીનમાં કબ્જો કરવા માટે પગી માટે મ બનાવી આપવાનો ઠરાવ પણ કરેલ છે.
તેમજ રે.સ.નં.૧૨૨૦વાળી જમીન કુલ ક્ષેત્રફળ ૯ એકર અને ૯ ગુઠા જેટલુ આવેલુ છે. તેમજ આ જમીન રાજાશાહીના વખતથી પબ્લિક સ્પોર્ટસ ગ્રાઉન્ડ તરીકે નીમ થયેલ છે. તેમ છતા અગાઉ અને હાલમાં શરતભંગ કરી અને આ જમીનમાં કલેકટર દ્વારા પોલીસ કવાટર્સ તથા પોલીસ સ્ટેશન તથા પોલીસે ડીટેઇન કરેલા વાહનોને રાખવા માટે અલગ અલગ હુકમોથી કલેકટર દ્વારા જમીન ફાળવી આપેલ છે. આ જમીનના પોલીસ કવાર્ટરના આગળના ભાગે ખાલી પડેલ જમીન તથા પાણીના વહેણ ભાલછેળ નદીવાળી જમીનમાં નગરપાલિકા રાણાવાવના સતાધીશો દ્વારા રેવન્યુ સરકારી જમીનમાં ઠરાવ કરી અને ભાડાપટ્ટે જમીન આપી છે આમ કરવાની સતા નગરપાલિકાને રહેલ નથી.
આટલુ જ નહી આ સરકારી જમીનમાં અંદાજીત સાતથી આઠ દુકાનો બે માળની બનાવેલ છે તેમજ શૌચાલય પણ બનાવેલ છે. જે તદન પાણીનુ વહેણ બંધ કરી અને દુકાનો બનાવેલ છે. રાણાવાવ નગરપાલિકા દ્વારા આ રેવન્યુની જમીન ઉપર દુકાનો બાંધવા માટે બાંધકામની મંજૂરી પણ આપી દીધેલ છે. જેમકે આ જમીન સરકારી રેવન્યુની હોય તેમ છતા નગરપાલિકા દ્વારા નટવરસિંહજી ગાર્ડનમાં તથા પોલીસસ્ટેશનના આગળના ભાગમાં સરકારના હુકમ વિધ્ધ અને કાયદા વિધ્ધ દબાણ કરેલ છે. આ સરકારી જમીનમાં કાયદા વિધ્ધ લાઇટ કનેકશન તથા પાણી કનેકશન પણ કાગળો તપાસ્યા વિના આપી દેવામાં આવેલ છે જે એક ગંભીર ગુનો ગણાય તેવો ગંભીર આક્ષેપ વિનોદ હેમરાજ પરમારે કર્યો છે.
આ બંને જગ્યામાં થયેલ અનાધિકૃત દબાણ બાબતે ફરિયાદીએ કલેકટરની કચેરી પોરબંદર તથા મામલતદાર કચેરી રાણાવાવ તેમજ અન્ય ઉપલી કચેરીઓમાં વર્ષ ૨૦૧૮ થી અનેક રજૂઆત પુરાવા સહિત કરેલ છે. તેમજ ગુજરાત સરકારના નવા કાયદા લેન્ડ ગ્રેબીંગ એકટ મુજબની પણ ફરિયાદ અરજી અમે પુરાવા સહિત કલેકટરમાં આપેલ છે. જે બાબતે આજદિન સુધી કોઇ નકોર પગલા/ કાર્યવાહી થયેલહોય તેવું જણાયેલ નથી. જેમા સરકારી અધિકારી કર્મચારીઓની નિષ્ક્રિયતા સ્પષ્ટ દેખાય છે.
આવા અનાધિકૃત દબાણો અટકાવવા બાબતે ગુજરાત સરકાર મહેસુલ વિભાગ દ્વારા તા. ૧૬-૦૭-૨૦૨૨ના પરિપત્ર માં જણાવેલ છે કે સરકારી જમીનો કીમતી અને સીમિત છે. એટલા માટે અમેઆ રેવન્યુ સર્વે નં. ૧૨૨૦ની જમીનમાં થયેલ દબાણ બાબતે અનેકવખત લેખિત રજૂઆત સરકારના હિતમાં કરેલ હોવા છતા સરકારી તંત્ર દ્વારા કોઇ ગંભીરતા દાખવેલ નથી.
આવી કામગીરી નિભાવવામાં નિષ્ફળ રહેલ મહેસુલ કર્મચારી/ અધિકારી સામે જવાબદારી નકકી કરી અને શિસ્ત વિષયક પગલા ભરવા વિનંતિ છે. તેમજ દબાણ ધ્યાનમાં આવેલ હોવા છતાં સર્કલ ઇન્સપેકટર તથા મામલતદાર દ્વારા આ થયેલ અનિધિકૃત દબાણ બાબતે કોઇ ગંભીર જણાયેલ નથી. જેથી સર્કલ ઇન્સપેકટર તથા મામલતદાર વિધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા અપીલછે.
જેમકે કાયદા મુજબ જી.પી.એમ.સી. એકટની કલમ-૨૩૦/૨૩૧ હેઠળ પાણીના વહેણમાં થયેલ બાંધકામ નોટીસો આપ્યા વગર દૂર કરવાની તંત્ર પાસે સતા છે. બધા જ કાયદાઓની જોગવાઇ હોવા છતા દબાણો દુર કરાતા નથી એટલા માટે ગુજરાત સરકારે લેન્ડ ગ્રેબિંગ એકટ ખાસ કાયદો બનાવેલ છે અને તમામ સતામંડળોને કાયદાની વ્યાખ્યામાં લાવવામાં આવેલ છે અને આ કાયદામાં ફોજદારી ગુના સાથે દસ વર્ષ સુધીની કેદની સજા પણ છે. પરંતુ આ કાયદાનો ઉપયોગ સરકારી અને ગૌચરની જમીનો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઓછામાં ઓછો ઉપયોગ થયો છે. આ બધી બાબતોમાં રાજકીય હસ્તક્ષેપ હોય તે કોમન બાબત છે. તેથી વહીવટીતંત્રએ સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશો પ્રમાણે તેમજ સરકારી કાયદા અને પરિપત્રો મુજબ પ્રજાના હિતમાં અનાધિકૃત દબાણો હટાવવાની કામગીરી કરવીજરી છે. આ કિસ્સામાં કોઇપણ ભય પક્ષપાત વગર પ્રજાના હિતમાં અમલ કરવામાં આવે અને રાજકીય શાસકો પણ કાયદેસરની કાર્યવાહીમાં હસ્તક્ષેપ ન કરે અને કોર્ટ પણ સરકારી/ગૌચરનીજમીનોમાં થયેલ અનાધિકૃણ દબાણોમાં સ્ટે ન આપે તે અનિવાર્ય છે એટલા માટે સરકારી કરોડોની કિંમતી જમીન રોડ ટચ જમીનમાં થયેલ દબાણ, કબ્જો દૂર કરવા વિનોદ પરમારે માંગ કરી છે.
આવા અનાધિકૃત દબાણો રાણાવાવ શહેરમાં નગરપાલિકા વિસ્તારમાં તથા રેવન્યુ વિસ્તારમાં ઘણા છે. આ બાબતે જો તંત્ર સજાગ થાય તો ઘણા દબાણો હટાવી અને સરકારી જમીનો ખુલ્લી કરાવી શકાય તેમ છે. આવા દબાણો કાયદા મુજબ દૂર કરવા સરકારના હિતમાં અમારી આપને અપીલ છે. તેમજ આમા થયેલ તમામ કાર્યવાહી અંગે અમોને લેખિત જાણ કરવા અપીલ છે. તેમ પણ રજૂઆતમાં જણાવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech