જામજોધપુર તાલુકાના સડોદર ગામ માં રહેતા સીઆરપીએફના જવાન પર પત્ની સાસુ-સસરા સહિત પાંચ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ થી ચકચાર

  • May 25, 2021 11:40 AM 

જામજોધપુર તાલુકાના સડોદર ગામ માં રહેતા સીઆરપીએફના એક જવાન પર તેની પત્ની તેમ જ સાસુ સસરા સાળા સહિત પાંચ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ શેઠ વડાળા પોલીસ મથકમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના સડોદર ગામ માં રહેતા અને જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફમાં ફરજ બજાવતા મયુરભાઈ બાવનજીભાઇ રાઠોડ નામના ૨૭ વર્ષના સીઆરપીએફના જવાને પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે તેમજ પોતાના પરિવારજનોને પણ માર મારવા અંગે પોતાના સસરા પ્રવિણભાઇ ચમનભાઈ વાઘેલા, સાસુ વિજયાબેન ચીમનભાઈ વાઘેલા, પત્ની રેખાબેન મયુર ભાઈ વાઘેલા, સાળા હિતેશ ચીમનભાઈ વાઘેલા, અને સાળાના કુટુંબી નરેશભાઈ વાઘ વગેરે સામે ફરિયાદ નોંધાવી છે.

 જે ફરિયાદના અનુસંધાને શેઠ વડાળા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૨૧મી તારીખે રેખાબેન મયુર ભાઈ રાઠોડે શેઠ વડાળા પોલીસ મથકમાં પોતાના પતિ સીઆરપીએફના જવાન મયુરભાઈ રાઠોડ તથા તેના પરિવારજનો સામે દહેજ ધારા અંગેની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર પછી તેણી પોતાના માવતરે રાજકોટ ચાલી ગઇ હતી.

 દરમિયાન પોલીસે સીઆરપીએફના જવાની ધરપકડ કર્યા પછી પોતાના પર હુમલો થયો હોવાનું અને પરિવારજનો ને પણ માર માર્યાનું જણાવતા આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે મામલે પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ ચલાવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS