જામનગરના ખંભાળીયા નાકા પાસે આવેલી શકિત હોટલે ચાર શખ્સોએ હોટલ સંચાલક સાથે માથાકુટ કરી હતી માર મારીને ધમકી દેવામાં આવી હતી આ બનાવમાં હોટલના કારીગર સહિત ચાર સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
જામનગરના ઠેબા ચોકડી પાસે શ્યામ ગ્રીન સોસાયટી-૩ ખાતે રહેતા અને ચાની હોટલનો ધંધો કરતા બીજલ મેસુરભાઇ ધ્રાંગીયા (ઉ.વ.૨૮) એ ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં દિવ્યેશ નિલેશ વાઘેલા, મૌલીક, રૂદ્ર અને શકિતસિંહ રહે. બધા જામનગરની વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદી બીજલભાઇ ખંભાળીયા નાકા પાસે શકિત હોટલ ચલાવતા હોય તેની હોટલે કામ કરતો દિવ્યેશને કામ બાબતે ઠપકો આપ્યો હતો જેનો ખાર રાખીને દિવ્યેશ તા. ૩૦ના હોટલે આવ્યો હતો અને તેના અન્ય મિત્રોને બોલાવ્યા હતા જેઓ મોટરસાયકલ સાથે હોટલે ઘસી આવ્યા હતા.
જયાં ફરીયાદીને અપશબ્દો બોલવા લાગ્યા હતા અને રૂદ્ર નામના શખ્સે મુંઠ વડે ફરીયાદીને કપાળના ભાગે ઘા ઝીંકયા હતા, તેમજ ચારેય આરોપીઓએ ભેગા મળીને હોટલ સંચાલકને ઢીકાપાટુનો માર મારી હવે તુ હોટલ ખોલીશ તો જાનથી મારી નાખશુ તેવી ધમકી દઇ એકબીજાને મદદગારી કરી હતી. આ ફરીયાદના આધારે સીટી-એ પોલીસ દ્વારા તપાસ ચલાવાવમાં આવી રહી છે. ચાની હોટલે બધડાટી બોલતા અફડાતફડી મચી હતી અને લોકો એકત્ર થઇ ગયા હતા, દરમ્યાન આ મામલામાં વિધિવત ફરીયાદ દાખલ થઇ છે.