આજના સમયમાં સંતાનોની સહનશીલતા ખૂબ જ ક્ષીણ બની રહે છે. નાની એવી બાબતમાં પણ તેમને માઠું લાગી જતું હોય છે અને તેઓ ન ભરવાનું પગલું ભરી લેતા હોય છે.આવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં ન્યુ મહાવીરનગરમાં રહેતા પ્રૌઢે પોતાના ૧૭ વર્ષીય કોલેજીયન પુત્રને અભ્યાસ બાબતે ઠપકો આપતા આ બાબતનું માઠું લાગી જતા સગીર ઘરેથી લેપટોપ લઇ લાપતા થઈ ગયો હતો. જેથી પરિવારજનો ચિંતામાં મુકાયા છે. આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અપહરણનો ગુનો નોંધી આ સગીરના સગડ મેળવવા શોધખોળ શ કરી છે. જાણવા મળતી વિગતો મુજબ, ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ સાવનિયા (ઉ.વ ૫૫) નામના કેટરર્સના ધંધાર્થી પ્રૌઢએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પોતાના ૧૭ વર્ષના પુત્ર દક્ષ લાપતા થયા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે.
અશ્વિનભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. જેમાં દક્ષ સૌથી નાનો છે.ગત તા.૩૯ અશ્વિનભાઈને તેમની દીકરીએ જાણ કરી હતી કે દક્ષની કોલેજમાંથી તેના ટીચરનો મેસેજ આવ્યો છે કે દક્ષ પોતાનું હોમવર્ક કરતો નથી અને કયારેક ગેરહાજર પણ રહે છે. જે બાબતે તેને કહેતા તે અમા કહ્યું માનતો નથી અને અગાઉ તેને સિગરેટ પિતા પણ પકડો હતો. તમે તેમને કંઈક સમજાવો. જેથી પિતાએ પુત્રને ઠપકો આપ્યો હતો બાદમાં રાત્રિના ગોવિંદનગરમાં સંબંધીને ત્યાં જવાનું હોય જેથી પરિવારના સભ્યો અહીં જતા હતા ત્યારે અશ્વિનભાઈએ પુત્ર દક્ષને કહેતા તેણે કહ્યું હતું કે મા હોમવર્ક બાકી છે તમે લોકો જતા આવો.ત્યારબાદ રાત્રિના ૧૦:૩૦ વાગ્યા આસપાસ ફરિયાદી અને તેમના પરિવાર સંબંધીના ઘરે ગયા હતા.
રાત્રિના બે વાગ્યા આસપાસ ઘરે પરત ફરતા દક્ષ તેના મમાં ન હતો અને તેનું લેપટોપ પણ મળ્યું ન હતું જેથી તેના ફોન પર કોલ કરતા તેનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. બાદમાં તેના સ્કૂલના મિત્રો અને કોલેજના મિત્રો તથા અન્ય મિત્રોની પૂછપરછ કરી હતી પરંતુ પુત્રનો કોઈ પતો ન લાગતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો અને અંતે પોલીસને જાણ કરી હતી. પોલીસે લાપતા થયેલા સગીરના સગડ મેળવવા શોધખોળ શ કરી છે. બનાવની વધુ તપાસ પીઆઈ બી.ટી. અકબરી ચલાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech