રાજકોટ ખાતે આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, જુનાગઢમાં આવેલી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, કચ્છની શ્યામજી કૃષ્ણવમર્િ યુનિવર્સિટી અને ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી સહિત રાજ્યની 11 સરકારી યુનિવર્સિટીઓમાં કેમ્પસ પર આવેલ ભવનના વડા તરીકે જે તે ડિપાર્ટમેન્ટના સિનિયર પ્રોફેસરને જવાબદારી સોપવામાં આવતી હતી પરંતુ ગુજરાત સરકારે આ તમામ 11 યુનિવર્સિટી માટે મોડેલ સ્ટેચ્યુટ જાહેર કર્યું છે અને તેમાં જણાવયા મુજબ યુનિવર્સિટી સંલગ્ન કોલેજના સિનિયર મોસ્ટ પ્રોફેસરને આ જવાબદારી સોંપવાની રહેશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની મોટાભાગની સરકારી યુનિવર્સિટીમાં ભવનના વડા બનવા માટે રીતસરની હોડ લાગતી હતી. વધારે પડતી તીવ્ર સ્પધર્િ બની જતા અઢી અઢી વર્ષની ટર્મ રોટેશન મુજબ સિનિયર પ્રોફેસરોને આપવામાં આવતી હતી. આ રાજકારણ બંધ કરવા માટે હવે સરકારે કોમન સિલેબસ અને મોડેલ સ્ટેચ્યુટની કરેલી જાહેરાતમાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજના સિનિયર પ્રોફેસરોને પણ ભવનના હેડ બનાવી શકાશે તેવી વાત કરી છે અને તેના ઘેરા પ્રત્યાઘાત યુનિવર્સિટી કેમ્પસ પર પડ્યા છે. જો કે સરકારનો કાયદો છે અને તમામ 11 યુનિવર્સિટી માટે સમાન છે તેથી કોઈ વધારે કશું બોલી શકવાની સ્થિતિમાં નથી.ભવનના વડા નિમાવવાની સત્તા જુની વ્યવસ્થા મુજબ કુલપતિ પાસે હતી અને તેમાં નવા કાયદામાં પણ કોઈ ફેરફાર કરાયો નથી.
નવા કાયદામાં બીજી મહત્વની એ જોગવાઈ કરવામાં આવી છે કે ભવનના વડાની ટર્મ પાંચ વર્ષના બદલે ત્રણ વર્ષની રહેશે અને તેના કારણે પણ પરિસ્થિતિમાં ઘણો ફેરફાર જોવા મળશે.
નવા કાયદાની બીજી મહત્વની એ જોગવાઈ છે કે બોર્ડ ઓફ સ્ટડીઝ, બોર્ડ ઓફ સ્પોટ્ર્સ, એજ્યુકેટીવ કાઉન્સિલ જેવી કમિટીઓમાં કુલ પ્રતિનિધિઓમાં ચાર પ્રતિનિધિઓ સરકાર નિયુક્ત કરશે અને તેના કારણે સમગ્ર તંત્ર પર સરકારી અંકુશ પૂરેપૂરો રહેશે તેવું ભયસ્થાન પણ અત્યારથી વ્યક્ત કરવામાં આવે છે.
સરકારે મોડેલ સ્ટેચ્યુટ જાહેર કયર્િ પછી હવે જે તે યુનિવર્સિટીએ તેની અમલવારી માટે અલગથી ઓર્ડિનન્સ ઘડવા પડશે. ખાનગી અભ્યાસક્રમ માટે ફી રેગ્યુલરેટરી કમિટી (એફઆરસી) ફરજિયાત રીતે નિમવા માટે પણ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈના કારણે ખાનગી અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ પાસેથી મન ફાવે તેટલી ફી પડાવવાનું બંધ થઈ જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech