ધારી નજીક એસટીનો ઇમરજન્સી દરવાજો ખૂલી જતાં બાળક પટકાતા ઇજા

  • August 19, 2024 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બગસરામાં એસટી બસના ઇમર્જન્સી દરવાજામાંથી છોકરો પડી જતા ભાગદોડ મચી ગઇ હતી. ધારી ગુદાળી નજીક જામજોધપુર ગારીયાધાર ટની એસ.ટી.બસનું ઇમરજન્સી દરવાજો અચાનક ખુલી જતા બાળક નીચે પડતા બગસરા એસ.ટી.ડેપો ખાતેથી ઇજાગ્રસ્ત બાળકને ૧૦૮ દ્રારા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
અંગે વધુ જાણવા મળ્યા મુજબ ગારીયાધાર ડેપોની એસ.ટી.બસ જામજોધપુર થી ગારીયાધાર તરફ જઈ રહી હોય તે દરમિયાન ધારી ગુંદળી ગામ નજીક એસ.ટી. બસનો ઇમરજન્સી દરવાજો એકાએક ખુલી જતા બાળક કાવ્યરાજસિંહ પરમાર ઉંમર વર્ષ ૯નું નીચે પડી જતા અકસ્માત સર્જાયો  એસ.ટી.બસમાં આશરે ૬૫ જેટલા મુસાફરો હોય તે દરમિયાન અચાનક આ ઇમરજન્સી દરવાજો ખુલ્લી જતા અકસ્માત બન્યો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application