અકસ્માતે ફલેટનો દરવાજો બધં થતાં અંદર પુરાઇ ગયેલા છ માસનું બાળકનું રેકસ્યુ કરાયુ

  • June 05, 2024 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના ભકિતનગર મેઇન રોડ પર આવેલ શુભ બિલ્ડિંગના ચોથા મળે અકસ્માતે ફલેટનો દરવાજો બધં થઈ ગયો હતો. ઘરમાં છ મહિનાનું બાળક સૂતું હોય ચાવી અને મોબાઈલ પણ અંદર હોય જેથી બાળકના માતા–પિતા મૂંઝવણમાં મુકાયા હતા.બાદમાં તુરતં ફાયર બ્રિગેડને જાણ કરી હતી જેથી ફાયર બ્રિગેડના સ્ટાફે અહીં પહોંચી બાજુના લેટમાંથી આ ફલેટમાં ગેલેરી મારફત અંદર જઈ દરવાજો ખોલી બાળકનું રેસ્કયુ કયુ હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, ફાયર બ્રિગેડને કોલ આવ્યો હતો કે, ભકિતનગર મેઇન રોડ પર આવેલા શુભ એવન્યુ બિલ્ડિંગમાં ચોથા મળે લેટ નંબર ૪૦૧ માં અકસ્માતે દરવાજો બધં થઈ ગયો છે અને તેની અંદર છ માસનું બાળક છે. જેથી કનકનગર મેઇન રોડ પરથી ફાયર બ્રિગેડની ટીમ તાકીદે અહીં પહોંચી હતી.
ફાયરના સ્ટાફ આગવી સુઝબુઝથી બાજુમાં આવેલા લેટના બહારના ભાગની ગેલેરીમાંથી આ લેટનો દરવાજો ખોલી અંદર જઈ ઘોડિયામાં સૂતેલા બાળકને સહી સલામત બહાર લાવ્યા હતાં.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, લેટમાં રહેતા ભાવેશભાઈ ઉમિયાશંકરભાઈ રાજગોરે જણાવ્યું હતું કે, તેઓ કપડાનો વ્યવસાય કરે છે અને તાજેતરમાં તેઓ ગોવા ફરવા ગયા હતા અને ગઈકાલે ગોવાથી પરત ફર્યા હતા. તેમનું બાળક અહીં ઘરમાં ઘોડિયામાં સૂતું હતું
દરમિયાન પતિ–પત્ની બંને અહીં ફલેટની બહાર ઉભા હતા ત્યારે પવનના લીધે અકસ્માતે લેટનો દરવાજો બધં થઈ ગયો હતો. આ સમયે લેટના દરવાજાની ચાવી અને મોબાઈલ ફોન બંને અંદર હોય જેથી પાડોશીના મોબાઈલમાંથી ફાયર બ્રિગેડને જાણ કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application