જામનગરમાં કારની ઠોકરે બાળકને ગંભીર ઇજા

  • May 12, 2023 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના રાવલવાસની સામે એરફોર્સ રોડ, ખેતીવાડી ખાતે એક અલ્ટોકારના ચાલકે પુરપાટ અને બેફીકરાઇથી ચલાવીને બાળકને હડફેટે લઇ ફ્રેકચર સહિતની ગંભીર ઇજા પહોચાડી હતી.
નાનકપુરી રાવળવાસમાં રહેતા હેમુ જેન્તીભાઇ પરમાર (ઉ.વ.૪૦)એ ગઇકાલે સીટી-સીમાં જામનગરના મયુરસિંહ વિક્રમસિંહ વાઢેરની વિરુઘ્ધ એવી ફરીયાદ કરી હતી કે, ગત તા. ૩૦-૪-૨૩ના સમય દરમ્યાન ખેતીવાડી પાસે આરોપીએ પોતાની અલ્ટો કાર નં. જીજે૩૭-જે-૦૬૨૨ પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી રાહુલ (ઉ.વ.૧૪) રસ્તો ઓળંગતો હોય તેને હડફેટે લઇ પગ અને મણકાના ભાગે ફ્રેકચર અને શરીરે મુંઢ ઇજાઓ પહોચાડી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application