શ્રી બૃહદ્દ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભાના તત્વાવધાનમાં આર્યસમાજ જામનગર દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રભરના ૭૦ વર્ષ પૂર્ણ કરી ચૂકેલ આર્ય સભાસદોનું અને તેમના દાંપત્યજીવનના ૨૫ વર્ષ પૂર્ણ કરી ચૂકેલ હોય તેવા આર્ય સભાસદ યુગલોનું પણ સન્માન કરવામાં આવેલ હતું.
આ વિશેષ સન્માન સમારોહમાં અતિથિવિશેષ તરીકે શિક્ષણાધિકારી મધુબેન કે. ભટ્ટ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર બળદેવભાઈ પટેલ, જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પુનમબેન માડમના પ્રતિનિધિ એસ. કે. રાચ્છ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરોક્ત કાર્યક્રમમાં કુલ ૧૦૫ (એકસો પાંચ) વ્યક્તિઓનું વિશેષ સન્માન કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે આર્યવન આર્ષ ક્ધયા ગુરુકુળના આચાર્યા શીતલજી, ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી, બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા અને આર્યસમાજ જામનગરના પ્રમુખ દીપકભાઈ ઠક્કર, બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા અને આર્યસમાજ-જામનગરના માનદ્દમંત્રી નરેન્દ્રભાઈ મહેતા, શ્રીમદ્દ દયાનંદ ક્ધયા વિદ્યાલયના માધ્યમિક વિભાગ તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન પડીયા, આર્યસમાજ-જામનગરના કોષાધ્યક્ષ વિનોદભાઈ નાંઢા, આર્યસમાજ રાજકોટના પ્રમુખ રણજીતસિંહજી પરમાર, આર્યસમાજ-રાજકોટના માનદ્દમંત્રી વિજયભાઈ બોરીચા, આર્યસમાજ-પોરબંદરના પ્રમુખ ધનજીભાઈ આર્ય, આર્યસમાજ-જૂનાગઢના પ્રમુખ શાંતિભાઈ વાઘેલા, આર્યસમાજ -નડિયાદના મેનેજીંગ ટ્રસ્ટી દિનેશચંદ્ર આર્ય અને પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, વઢવાણ, મોરબી, ધ્રાંગધ્રા, વિસાવદર આર્યસમાજોના પ્રમુખ, મંત્રી અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech