BREAKING NEWS

સુરેન્દ્રનગરના સસ્પેન્ડેડ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ

  • April 09, 2026 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં ફરજ બજાવતા અને હાલ સસ્પેન્ડેડ નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. લાંચ શ્વત વિરોધી બ્યૂરો (એસીબી) દ્રારા કરવામાં આવેલી ઐંડી તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપીએ પોતાના હોદ્દાનો દુપયોગ કરી ભ્રષ્ટ્રાચાર દ્રારા .૧,૨૨,૨૭,૬૫૮ ની અપ્રમાણસર મિલકત એકઠી કરી છે. આ મામલે એસીબીએ ભ્રષ્ટ્રાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ મોરી વિદ્ધ નવો ગુનો દાખલ કર્યેા છે.
અગાઉ ડિરેકટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ઈ.ડી), દિલ્હી દ્રારા મોકલવામાં આવેલા પત્રના આધારે ડિસેમ્બર ૨૦૨૫માં ચંદ્રસિંહ મોરી અને અન્ય વિદ્ધ ભ્રષ્ટ્રાચારનો ગુનો નોંધાયો હતો. આ કેસની ગંભીરતાને જોતા એસીબીના નિયામક પીયૂષ પટેલના માર્ગદર્શન હેઠળ એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ) ની રચના કરવામાં આવી હતી. સીટના સભ્ય અને પીઆઈ. એમ.ડી. પટેલે આરોપીની મિલકતોની  એસીબીએ ૧ એપ્રિલ ૨૦૧૩થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધીના 'ચેક પિરિયડ' દરમિયાન આરોપીની આવક અને ખર્ચની ગણતરી કરી હતી. તપાસમાં સામે આવ્યું કે: આરોપીએ પોતાની કાયદેસરની આવકની તુલનામાં ૫૬.૮૯% વધુ સંપત્તિ વસાવી છે. ગેરકાયદે મેળવેલા નાણાં પોતાના, પરિવારના સભ્યો અને સ્નેહીજનોના નામે સ્થાવર તથા જંગમ મિલકતોમાં રોકયા હતા. કુલ રૂા.૧.૨૨ કરોડથી વધુની રકમનો કોઈ કાયદેસરનો હિસાબ મળી શકયો નથી.
નોંધનીય છે કે, ચંદ્રસિંહ મોરી હાલમાં અગાઉના ગુનાના સંદર્ભમાં અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટની યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં છે. હવે અપ્રમાણસર મિલકતનો નવો ગુનો નોંધાતા તેમની ધરપકડની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ કેસની વધુ તપાસ મોરબી એસીબીએ પી.આઈ. પી.એ. દેકાવડિયા ચલાવી રહ્યા છે, યારે રાજકોટ એસીબીના મદદનીશ નિયામક જે.ડી. મેવાડા સુપરવિઝન અધિકારી તરીકે કાર્યરત છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application