પરપ્રાંતીયને કામ પર રાખી પોલીસને જાણ ન કરનાર મકાનમાલિક, રેસ્ટોરન્ટ સંચાલક તથા બાંધધામ સાઇટના કોન્ટ્રાકટર ઉપરાંત કપલ બોકસમાં સીસીટીવી ન રાખનાર સહિત 26 સામે પોલીસે જાહેરનામા ભંગ અંગેની કાર્યવાહી કરી છે.
પોલીસે કરેલી કાર્યવાહીમાં એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે ઉદ્યોગનગર પાસપોર્ટ ઓફિસ પાછળ બર્ગર ભાવ બેકર્સમાં પરપ્રાંતીયને કામ પર રાખી તે અંગેની જાણ પોલીસને ન કરતા રેસ્ટોરન્ટ સંચાલક સુશીલ દીપકભાઈ બગીયા સામે ગુનો નોંધ્યો છે. જ્યારે સોની બજારમાં બોઘાણી શેરી પારેખ ચેમ્બર ગોલ્ડન એરો નામની દુકાન પરપ્રાંતીયને ભાડે આપી તે અંગેની જાણ પોલીસને ન કરી હોય વેપારી કૃણાલ મનોહરદાસ વૈષ્ણવ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બી ડિવિઝન પોલીસે સંત કબીર રોડ પર કૈલાશધાર સોસાયટીમાં મકાન ભાડે આપી પોલીસને જાણ ન કરનાર દિનેશ ધીરુભાઈ પીઠડીયા, ભગવતીપરામાં સમન્વય હાઇટ્સ બ્લોક નંબર એ 601 માં ફ્લેટ ભાડે આપી પોલીસને જાણ ન કરનાર નજીમ મુસ્તાક અબ્દુલભાઈ ભમરા, શિવમ સોસાયટી શેરી નંબર 5 આરટીઓ પાસે મકાન અને દુકાન પરપ્રાંતીને ભાડે આપી પોલીસને જાણ ન કરનાર મકાન માલિક મનોજ રામજીભાઈ ચૌહાણ આજ વિસ્તારમાં મકાન પરપ્રાંતીયને ભાડે આપી પોલીસને જાણ ન કરનાર હરેશ નાનાલાલ પુજારા સામે પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
કુવાડવા રોડ પોલીસે નવાગામ આણંદપરમાં મકાન ભાડે આપી પોલીસને જાણ ન કરનાર મચ્છા સિંધવ, દશરથ ગોવિંદભાઈ કાળોતરા સામે ગુનો નોંધ્યો છે. એરપોર્ટ પોલીસે બામણબોર જીઆઇડીસીમાં ઓરડી પરપ્રાંતીયને ભાડે આપી પોલીસને જાણ ન કરનાર ભરત ગોવાભાઇ રાઠોડ વિશાલ સત્તાભાઈ સુસરા વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
એસ.ઓ.જી ની ટીમે બેડીપરા વિસ્તારમાં શ્રમજીવી સોસાયટીમાં મકાન પરપ્રાંતીયને ભાડે આપી પોલીસને જાણ ન કરનાર ભગવાન રામજીભાઈ સુમરખાણીયા અને ખોડીયાર પરા શેરી નંબર 13 માં જેઠોર રામભાઈ હુંબલ, અબ્દુલ અલ્લારખાભાઈ બુકેરા તથા ભારતનગર મેઇન રોડ પર મફતીયાપરામાં મકાન તેને ભાડે આપી પોલીસને જાણ ન કરનાર પ્રવીણ અમરસિંહ લીંબડ સામે થોરાળા પોલીસે ગુનો નોંધ્યો છે.
આજીડેમ પોલીસે કોઠારીયા સોલવન્ટ ફાટક સામે કારખાનામાં પરપ્રાંતીઓને કામે રાખી પોલીસને જાણ ન કરનાર યશ કિશોરભાઈ નિરંજની, નિકુંજ અશ્વિનભાઈ મેઘાણી નામના કારખાનેદાર સામે ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત સરધારમાં તિરૂપતિ બાલાજી રેસ્ટોરન્ટમાં પરપ્રાંતી અને કામે રાખી પોલીસને જાણ ન કરનાર અશોક પરસોત્તમભાઈ લક્કડ સામે કાર્યવાહી કરેલ છે. માડાડુંગર પાસે જય અંબે શેરી નંબર 2 માં કારખાનામાં પરપ્રાંતીઓને કામ પર રાખી પોલીસને જાણ ન કરનાર રમેશ મિસરી ચૌહાણ સામે ગુનો નોંધાયો છે તથા કોઠારીયા રોડ પાસે દિવ્યેશ દિનેશભાઈ મકવાણા સામે સ્વસ્તિક ઢોસા નામની પોતાના રેસ્ટોરન્ટમાં પરપ્રાંતીયને કામ પર રાખી જાણ ન કરવા અંગે ગુનો નોંધાયો છે આ ઉપરાંત ગુજરાત હાઉસિંગ બોર્ડ બ્લોક નંબર 347 માં પટેલ રાજાની પાવભાજી ના સંચાલક રામજી નથુભાઈ નકરાણી સામે કાર્યવાહી કરાઇ છે.
પ્ર.નગર પોલીસે કસ્તુરબા માર્ગ પર લોર્ડસ બેન્કવેટ રેસ્ટોરન્ટ સામે યોગી કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં મિત કપલ બોક્સમાં એન્ટ્રી અને રિસેપ્શનમાં તથા પાર્કિંગની જગ્યા કવર થાય તે મુજબ સીસીટીવી કેમેરા લગાવ્યા ન હોય સંચાલક કમલેશ મનુભાઈ મૂળિયા સામે ગુનો નોધ્યો છે તથા સરગમ ફૂડ પાસે ડેમ સ્ટેશન નામના રેસ્ટોરન્ટમાં પરપ્રાંતીઓને ભાડે રાખી જાણ ન કરનાર સંચાલક નારાયણ સામે ગુનો નોંધાયો છે.આ ઉપરાંત મવડી કણકોટ રોડ પર માલાબાર વેસ્ટ નામની બાંધકામ સાઈટ પરપ્રાંતીયને કામે રાખી જાણ ન કરનાર કોન્ટ્રાક્ટર મિલન નરશીભાઈ ઘોડાસરા સામે તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech