ભાવનગર શહેરના ભરતનગર જુના બે માળીયા વિસ્તારમાં રહેતી પરણિતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે મામલે જમાઈને કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય અને તેઓ અવાર નવાર તેની સાથે મોબાઇલ ફોનમા વાતચીત કરતા હોય તેમજ બહાર ફરવા જતા હોય જે વાતને લઇને ફરીયાદીની દિકરી સાથે જમાઈએ બોલાચાલી કરી શારીરીક અને માનસીક ત્રાસ આપી ઝઘડો કરતા હોય અને જે ત્રાસ ફરીયાદીની દિકરીથી સહન નહીં થતા તેને મરવા મજબુર કરતા પરણિતાએ પોતાના ઘરે જાતેથી પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ભરતનગર પોલીસમાં સસરા દ્વારા ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર ભરતનગર પોલીસ મથક ખાતે નૌશાદભાઈ મહમદભાઈ મકવાણા (ઉ.વ.૫૨, ધંધો-વેપાર, રહે.જુના સિપાઈ વાડા જુમ્મા મસ્જિદ પાસે જિલ્લો બોટાદ)એ ભરતનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, નૌશાદભાઈની મોટી હીનાબેન (ઉ.વ.૨૫)ના લગ્ન આજથી બે વર્ષ પહેલા ભાવનગર ભરતનગર જુના બે માળિયા રૂમ નંબર ૯૬૩ માં રહેતા સિરાજભાઈ સિકંદરભાઈ પઠાણ સાથે જ્ઞાતિના રીત રિવાજ મુજબ સમૂહ લગ્નમાં કરાયા હતા. જે ગત તારીખ ૧૭/૦૧/૨૦૨૪ ના રોજ બપોરના ફરિયાદીના સાળા વસીમભાઈ ગોરીએ ફોન પર વાત કરેલ કે તેઓના જમાઈ સિરાજ પઠાણનો ફોન આવેલ હતો કે હિનાએ પોતાના ઘરે ભરતનગર જુના બે માળિયા રૂમ નંબર ૯૬૩ માં ગળાફાંસો ખાઈ લીધેલ છે. અને તમે તાત્કાલિક ભાવનગર આવો તેમ વાત કરેલ હતી. જેની તેઓના પત્ની સમીમબેન, મોટાભાઈ અમીનભાઇ મહમદભાઈ તથા ભાવનગર રહેતા ફરિયાદીના સાળા આશિકભાઈ ઉસ્માનભાઈ ગોરી, કિસ્મતભાઈ ઉસ્માનભાઈ ગોરીને જાણ કરી હતી. અને ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે સગા સંબંધીઓ આવી પહોંચ્યા હતા. અને નૌશાદભાઈ તથા તેના પત્ની સમીમબેન તથા સગા સંબંધીઓએ તેમની દીકરી હીનાબેનના મૃતદેહનું પીએમ કરાવી દફનવિધિ કરી હતી. અને ભરતનગર પોલીસ સ્ટેશનમા તે સમયે અકસ્માત મોત અંગેની જાહેરાત લખાવેલ હતી.
ભરતનગર પોલીસ મથક ખાતે જમાઈ સિરાજ સિકંદરભાઈ પઠાણ સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેઓના જમાઈને કોઈ અન્ય સ્ત્રી સાથે સબંધ હોય અને તેઓ અવાર નવાર તેની સાથે મોબાઇલ ફોનમા વાતચીત કરતા હોય તેમજ બહાર ફરવા જતા હોય જે વાતને લઈને ફરિયાદીની દિકરી હિના સાથે જમાઈ સીરાજએ બોલાચાલી કરી શારીરીક માનસીક ત્રાસ આપી ઝઘડો કરતા હોય જે વાત તેઓના દિકરી હિનાબેન અવાર નવાર ફરિયાદીના પત્નિ સમીમબેનને ફોનમા જણાવતા હોય તે વાતની નૌશાદભાઈને જણાવી હતી. જે અંગે મોબાઇલમાં થયેલ વાતચીતનો ઓડીયો રેકોડીંગ હોય કહો ત્યારે ફરિયાદીના જમાઇ સીરાજ સીકંદરભાઇ પઠાણએ તેઓના દિકરી હિનાને શારીરીક માનસીક ત્રાસ આપી ઝઘડો કરતા હોય જે ત્રાસ હિનાથી સહન નહીં થતા મરવા મજબુર કરતા ગઇ તા. ૧૭/૦૧/૨૦૨૪ ના રોજ બપોરના ત્રણેક વાગ્યા પહેલા કોઈપણ સમયે ફરિયાદીના દીકરીએ પોતાના ઘરે જાતેથી પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા જમાઈ સીરાજ સીકંદરભાઈ પઠાણ સામે તેની દીકરીને મારવા મજબુર કરાયા અંગે ફરિયાદ નોંધાવતા ભરતનગર પોલીસે આઈપીસી કલમ ૩૦૬ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMજામનગરમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થયા તો મુખ્યમંત્રીને કરવામાં આવશે રજૂઆત
April 09, 2025 06:24 PMગુજરાતમાં સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, સરકારે લીધો મોટો નિર્ણય, જાણો વિગતવાર
April 09, 2025 06:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech