સુરતના જાણીતા ઉધોગપતિ અને બિલ્ડર વસતં ગજેરા સામે પાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પાલમાં આવેલી કરોડો પિયાની સોનાની લગડી જેવી જમીન પચાવી પાડવા માટે આ ગજેરાબંધુઓએ પાંચ લોકો સાથે મળીને કારસો રચ્યો હતો. જમીન પચાવી પાડી વસતં ગજેરા સહિત તમામ લોકોએ ભેગા મળી પિયા ૯૦ કરોડમાં જમીન વેચવા પણ કાઢી હતી. જોકે, જમીનના મૂળ માલિક આખરે સુપ્રીમ કોર્ટમાંથી આદેશ મેળવતા વસતં ગજેરા અને તેના ભાઈ સહિત કુલ પાંચ લોકો સામે એટ્રોસિટી સાથે જમીન પચાવી પાડવાનો ગુનો દાખલ થયો છે.
આ કેસની વિગત એવી છે કે મૂળ મહેસાણાના વિજાપુર તાલુકાના મઢી ગામના વતની ધોળાભાઈ પટેલની ૮૨ વર્ષીય વિધવા લમી પટેલની વડીલોપાર્જિત જમીન પાલમાં આવેલી છે. પાલ ગામમાં સરવે નંબર ૧૬૪ બ્લોક નંબર ૧૫૮ પર નવી શરતની અંદાજે ૩,૬૪૨ ચોરસ મીટર ટીપી નંબર ૧૦ અને ફાઇનલ પ્લોટ નંબર ૧૭ વાળી જમીન આવેલી છે. લમીબેન તેમના પરિવારના ૮ ભાગીદારો સાથે સમાન હક્ક ધરાવે છે.
દરમિયાન વર્ષ ૨૦૧૨માં પારલે પોઈન્ટના સરગમ શોપિંગ સેન્ટર પાસે સર્જન સોસાયટીમાં રહેતા હીરાલાલ નરસીભાઈ હડકિયા તથા તેમના પુત્ર આદિત્ય હડકિયાના સંપર્કમાં લમીબેન આવ્યા હતા. હડકીયા પિતા–પુત્રએ જમીનની ખરીદી માટે રસ દાખવ્યો હતો. તે સમયે હડકીયા પિતા–પુત્રએ લમીબેન તથા જમીનમાં ભાગીદાર એવા પરિવારના અન્ય ૮ હિસ્સેદારોને ૧૧,૦૦૦ રોકડા રૂપિયા આપ્યા હતા. બાકીની રકમ બે હામાં યારે જમીન બિનખેતી થાય અને વેચાણ દસ્તાવેજ તૈયાર થાય ત્યારે આપવાનો વાયદો થયો હતો. ખરીદનારાઓએ ૧૧,૦૦૦ના બદલામાં સાટાખત કરાવી લીધા હતા.
ત્યાર બાદ હડકીયા પિતા–પુત્રએ લમીબેનની જાણ બહાર અસલ બાનાખત અને સાટાખત કરારનો દુપયોગ કરીને પાના બદલી નાખ્યા હતા. તેમજ બોગસ સહીઓ કરી પાવર ઓફ એટર્ની બનાવી લીધી હતી. બોગસ દસ્તાવેજ અને પાવર ઓફ એટર્ની થકી સબ–રજીસ્ટ્રાર કચેરી સુરત–૮ રાંદેર ખાતે તા.૧૯૦૬૨૦૧૬ના રોજ પિતા–પુત્ર આદિત્ય અને હીરાલાલે, ભેગા મળી ઉધોગપતિ વસતં હરીભાઈ ગજેરા, ભાઈ બકુલ હરીભાઈ ગજેરા તથા ધર્મેશ સવજીભાઈ હાપાણીએ સરકારી અધિકારી–કર્મચારીઓના મેળાપીપણાથી લમીબેનની હાજરી વિના જ દસ્તાવેજ કરાવી કરોડોની જમીન પચાવી પાડી હતી.
આ અંગે જાણ થતા લમીબેન અને તેમના પરિવારે અડાજણ પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૮માં અરજી આપી હતી. જોકે, પોલીસે કોઈ ધ્યાન આપ્યું નહોતું. અરજી ફગાવી દીધી હતી. આખરે લમીબેને સુરત કોર્ટમાં અરજી કરી હતી, ત્યાં પણ ન્યાય મળ્યો નહોતો. આખરે લમીબેન અમદાવાદ સચિવાલયમાં ફરિયાદ કરી હતી. ત્યાં પણ નિરાશા સાંપડી હતી. લમીબેને હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા, ત્યાં પણ ન્યાય મળ્યો નહોતો. આખરે લમીબેને એડવોકેટ મેહત્પલ સુરતી મારફતે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે અરજી હાથ પર લઈ તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કરવા આદેશ કર્યેા હતો. જેને પગલે પાલ પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તા. ૧૨ માર્ચે લમીબેનના પરિવાર દ્રારા પાલ પોલીસ મથકમાં તમામ સામે વિધિવત પોલીસ ફરિયાદ દાખલ કરાવાઈ છે. પોલીસે એટ્રોસિટી તથા જમીન પચાવી પાડવાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં હવે એસસી એસટી સેલ દ્રારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.અગાઉ પણ વસતં ગજેરા અને ચૂની ગજેરા જમીનના પ્રકરણોમાં ગોલમાલ કરવાના મુદ્દે ભેરવાયા હતાં. પોલીસે ધરપકડ પણ કરી હતી. સરકારે ફાળવેલી જમીનના નિયમોનું પાલન નહીં કરવાના કારણે પણ તેમણે કરોડો પિયાના દડં ભરવા જેવા કેસનો સામનો કરવો પડો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech