ભાવનગર શહેરના કાળીયાબીડમાં રહેતા યુવાનએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી. શહેરના કાળીયાબીડના યુવક પાસે મુંબઈના શખ્સે કોમ્પ્યુટર મંગાવ્યા હતા. જે મોકલી આપ્યા છતા કોમ્પ્યુટર મળ્યા નથી કહી રૂા. સાત લાખ પરત કરવા ત્રાસ ગુજારી ધાક ધમકીઓ આપતા યુવકે સંસ્કારમંડળના હંસ કોમ્પ્લેક્ષમાં આવેલી તેની દુકાને સુસાઈડ નોટ લખી ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી હતી. જેના પગલે મૃતક યુવકના પિતાએ દિકરાને મરવા મજબુર કરવા સબબ મુંબઈના શખ્સ સામે ગુનો દાખલ કરાવ્યો હતો.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર નીલમબાગ પોલીસ મથક ખાતે મહેન્દ્રભાઈ ધનજીભાઈ ડોડીયા (પટેલ સોસાયટી, વૃંદાવન પાર્ક,કાળીયાબીડ)એ નિલમબાગ પોલીસ મથકમાં નિરવ કનુભાઈ રાવળ (રહે.ઓમ સિધ્ધી વિનાયક સીએચએસ, નિર્મળ રોડ, વિલે પાર્લે, ઈસ્ટ મુંબઈ) સામે એવા મતલબની ફરીયાદ નોંધાવી હતી કે, તેઓના દિકરા મૌલીકભાઈ શહેરના સંસ્કારમંડળ ચોકમાં આવેલા હંસ કોમ્પ્લેક્ષમાં લેપટોપ રીપેરીંગ અને કોમ્પ્યુટર લે-વેચનો વ્યવસાય કરતા હોય જેથી તેના દિકરાએ મુંબઈના નિરવ સાથે ધંધો કરેલ હોય અને નિરવ રાવલે કોમ્પ્યુટર મંગાવ્યા હતા. જે તેના દિકરાએ મોકલી આપ્યા હોવા છતા કોમ્પ્યુટર મળ્યા ન હોવાનું જણાવી શખ્સ અવાર નવાર તેણે આપેલા રૂા. સાત લાખની ખોટી રીતે ઉઘરાણી કરી હુ તને ફસાવી દઈશ મારી ઓળખાણ મોટા મોટા રાજકારણના માણસો સાથે છે. તેવુ જણાવી ધાકધમકી આપી ત્રાસ આપીને તેના દિકરાને મરવા મજબુર કરતા મૌલીકભાઈએ ગત તા. ૨૮-૦૩-૨૦૨૩ ના રોજ સવારે તેની ઓફિસમાં અનાજમાં નાખવાની ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી હતી. દરમિયાન તેને હોસ્પિટલ ખસેડવામાં આવતા તેના પાકીટમાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. ત્યાર બાદ તા.૨૯-૦૩-૨૦૨૩ ના રોજ ફરિયાદીના પુત્રને ફરજ પરના તબીબે મરણ ગયેલ જાહેર કરાતા લાશને પીએમમાં ખસેડી અને બાબતે અકસ્માતે મોત થયાની દાખલ કરાવેલ હતું. જ્યારે સુસાઇટ નોટ પોલીસ સમક્ષ રજુ કરાતા રાજકોટ ખાતે હસ્તક્ષર નિષ્ણાંત પાસે મોકલાવતા તેના અભિપ્રાયમાં આ હસ્તક્ષર મહેન્દ્રભાઈના મૃતક પુત્ર મૌલીકના હોવાનું જણાઈ આવતા જેના આધારે નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવતા નીલમબાગ પોલીસે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પે USAID ના 2000 કર્મીને કાઢી મુક્યા
February 24, 2025 10:48 AMદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMગીરસોમનાથ તંત્રની ખનીજ માફિયાઓ સામે લાલ આંખ: ત્રણ લીઝને ૧૮.૧૪ કરોડનો દંડ
February 24, 2025 10:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech