પોરબંદરની ગુકુળ મહિલા કોલેજમાં ઉદિષા દ્વારા જીવન વીમા સુરક્ષા જાગૃતિ અને કારકિર્દીલક્ષી કાર્યક્રમ યોજાયો હતો.
કોલેજ શિક્ષણ યાત્રા સાથે સાથે વિદ્યાર્થીનીઓ પોતાની કારકિર્દીનું પણ ઘડતર કરે અને ખરાઅર્થમાં આર્થિક આત્મનિર્ભર બને તે માટે કોલેજના ઉદીશા વિભાગ દ્વારા કારકિર્દીલક્ષી અનેક કાર્યક્રમો થતા હોય છે,જેમાં જીવન વીમા ક્ષેત્રમાં રહેલી કારકિર્દી અને વિમાની જરીયાત અંગે એક માહિતીસભર કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોરબંદર લાઇફ ઇનસ્યુરન્સ કંપની ઓફ ઇન્ડિયાના બ્રાન્ચ મેનેજર દિપકભાઈ બોરશે તથા જિલ્લાના ડેવલપમેન્ટ ઓફિસર અને બ્રાન્ચ એસોસીએટ નરેશભાઈ લાખાણી તજજ્ઞ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શઆતમાં મહેમાનોનું સુતરની માળા સાથે સ્વાગત કર્યા બાદ બ્રાન્ચ મેનેજર દિપકભાઈ બોરશે દ્વારા ભારત સરકારની સૌથી મોટી વીમા ક્ષેત્રની કંપની એટલેકે એલ. આઇ.સી.ની માહિતી અને લોકોના સુખાકારી જીવન માટે કાર્યરત એવી આ સંસ્થા ૬૮ વર્ષ પુરા કરતી હોય,ત્યારે એલ.આઇ.સી. સપ્તાહની ઉજવણીનાં ભાગરૂપે તેઓએ જીવન વીમાની જરીયાત અને એમાં ક્લેમ સેટ કરવા એલ.આઇ.સી.ની કાર્યપદ્ધતિ વગેરે વિષયક જાણકારી આપી હતી અને આ ક્ષેત્રમાં કારકિર્દીની ઉમદા તકો કઈ હોય તેનો ખ્યાલ આપ્યો હતો.ત્યારબાદ ડી.ઓ. નરેશભાઈ લાખાણી દ્વારા તાજેતરમાં સરકાર દ્વારા જે બહેનો આ ક્ષેત્રમાં એડવાઈઝર તરીકે કાર્ય કરવા માંગતી હોય તેઓને ખાસ પ્રકારના ત્રણ વર્ષ માટે સ્ટાઈપેડની વ્યવસ્થા અંગે સમજ આપી હતી અને વધુમાં વધુ બહેનો આ કાર્યમાં જોડાઈ લર્નિંગ વિથ અર્નિંગ કરે તે માટે પોતાના તરફથી બનતી સહાય અને માર્ગદર્શન આપવા ખાતરી આપી હતી.અંતમાં કોલેજ ઉદીશા તરફથી ડો.જયેશ ભટ્ટ દ્વારા બહેનોને આ ક્ષેત્રમાં આગળ આવવા અપીલ કરવામાં આવી હતી અને ઉપસ્થિત મહેમાનોનું આભારદર્શન કરવામાં આવ્યુ હતુ.
કોલેજ શિક્ષણ દરમ્યાન બહેનો અલગ અલગ ક્ષેત્રોમાં પોતાની આગવી કારકિર્દી બનાવે તે માટે આ પ્રકારના પ્રેરક કાર્યક્રમો યોજવા કોલેજના પ્રિન્સિપાલ ડો અનુપમ નાગર દ્વારા પ્રેરણા અને પ્રોત્સાહન પુરા પાડવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંકલન અને સંચાલન કોલેજ ઉદીશાના ડો.નયન ટાંક દ્વારા કરવામાં આવ્યુ હતુ અને કોલેજની અંતિમ વર્ષમાં ભણતી આશરે સો થી વધુ બહેનોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપુર્વક જોડાઈ હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા અરવિંદ રાવલિયાએ જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech