લાલપુર ચોકડી પાસે કારમાંથી બિયર સાથે વેપારી શખ્સ ઝડપાયો

  • July 03, 2023 01:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાલપુર બાયપાસ ચોકડી રોડ પર સ્વીફટ કારમાંથી બિયરના ૮ ટીન મળી આવતા કુલ પાંચ લાખના મુદામાલ સાથે વેપારી શખ્સને પકડી લેવામાં આવ્યો હતો.
જામનગરના વાસાવીરા સોસાયટી માધવ કુંજ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૪૦૨માં રહેતા વેપારી વિપુલ રમેશ બાંભણીયા (ઉ.વ.૩૭) પોતાના કબ્જાની સ્વીફટ કાર નં. જીજે૧૦ડીએન-૩૪૦૦ લઇને લાલપુર બાયપાસ ચોકડી પાસેથી પસાર થતો હતો ત્યારે પંચ-બી પોલીસે આંતરીને તલાશી લેતા તેની પાસેથી બિયરના ૮ ટીન મળી આવતા કાર અને બિયર મળી ૫૦૦૮૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.
**
દ્વારકા પંથકમાં પીધેલા વાહન ચાલકો સામે કાર્યવાહી
ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે રહેતા મનીષ કિશોર પરમાર નામના ૨૦ વર્ષના શખ્સને પોલીસે અહીંના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી રૂપિયા ૨૦ હજારની કિંમતના મોટરસાયકલ પર કેફી પીણું પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ વગર નીકળતા ઝડપી લીધો હતો. કલ્યાણપુર પોલીસે રાવલ ચેકપોસ્ટ પાસેથી રૂપિયા ૨૫ હજારની કિંમતનું મોટરસાયકલ લઈને કેફી પીણું પીધેલી હાલતમાં નીકળેલા અનિલ રામજી જેઠવા નામના ૨૮ વર્ષના શખ્સને ઝડપી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application