જામનગરમાં મહાપ્રભુજીની બેઠક નજીકની સોસાયટીમાંથી ગંજીપાનાનો જુગાર રમી રહેલા ચાર શખ્સોની અટકાયત
જામનગર શહેરમાં મુંબઈથી આવેલા એક વેપારીને પોલીસે પોતાના મોબાઈલ ફોનની આઇડીમાં ક્રિકેટનો સટ્ટો રમવા અંગે ઝડપી લીધો છે, જયારે મહાપ્રભુજીની બેઠક પાસેના વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ૪ પત્તાપ્રેમીઓ ની પોલીસે અટકાયત કરી છે.
મૂળ જામનગર ના વતની અને હાલ મુંબઈમાં સ્થાયી થયેલા સનીભાઈ ભરતભાઈ વશિયર નામના વેપારી, કે જો જામનગરમાં ટીંબાફળી ચોકમાં જાહેરમાં ઊભા રહીને પોતાના મોબાઈલ ફોનની આઇ.ડી. માં આઇપીએલની ક્રિકેટ મેચ પર હારજીતના સોદા કરી જુગાર રમતાં મળી આવ્યા હતા.
સિટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે તેની અટકાયત કરી લઈ તેના કબજા માંથી રૂપિયા ૨૧૦ ની રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત રૂપિયા ૧૫,૨૧૦ ની માલમતા કબજે કરી છે.
જુગાર અંગેનો બીજો દરોડો જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે રવિ જ્યોત સોસાયટી વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જયાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા નથુભાઈ બહાદુરભાઇ કાપડી, મુસાભાઇ હુસેનભાઇ કુરેશી, દુદાભાઈ ઇશાભાઈ પરમાર અને ગુલાબભાઈ નથુભાઈ પરમાર ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૯૨૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના લાલપુરના નાંદુરી ગામે હત્યા મામલે પોલીસ અધિકારીની પ્રતિક્રિયા
May 16, 2025 12:34 PMઅમિત ખુંટ આપઘાત પ્રકરણમાં જેલ હવાલે રહેલા બન્ને એડવોકેટ જામીન મુકત
May 16, 2025 12:32 PM17 મે ની પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન રદ
May 16, 2025 12:24 PMલાલપુરના નાંદુરી સીમમાં ખેડુત વૃઘ્ધનું ઢીમ ઢાળી દીધુ
May 16, 2025 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech