જામનગરના વેપારીને દરેડ નજીક ટ્રક ચાલકે ઠોકરે ચડાવી હાથ-પગ ભાંગી નાખ્યા

  • December 16, 2023 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના એક વેપારી દરેડ વિસ્તારમાંથી બાઈક લઈને પસાર થતા હતા, જે દરમિયાન એક ટ્રક ચાલકે બાઇક ને ઠોકરે ચડાવી હાથ પગ ભાંગી નાખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જયારે વેપારી જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં કૈલાશ નગર -૨ માં રહેતા સંજયભાઈ જમનભાઈ પાંભાર નામના ૪૮ વર્ષ ના વેપારી, કે જેઓ ગત ૪.૧૨.૨૦૨૩ ના દિવસે જીઆઇડીસી વિસ્તારમાંથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન જી.જે. ૧૦ ડબલ્યુ ૬૦૧૭ નંબર ના ટ્રક ચાલકે બાઈકમાં હડફેટમાં લઈ લેતાં અકસ્માત સર્જાયો હતો.


જે અકસ્માતમાં વેપારી યુવાન સંજયભાઈ ના હાથ પગ ભાંગી ગયા હતા, અને ફેક્ચર સહિતની ઇજાઓ થઈ હોવાના કારણે તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application