ગોંડલ ડિવિઝન પોલીસ દ્વારા 19365 બોટલ વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવાયું

  • September 21, 2024 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગોંડલ ડિવિઝન પોલીસ દ્વારા અલગ અલગ ગુન્હામાં જપ્ત કરાયેલ દારૂના જથ્થાનો ગોંડલ શહેરના વોરા કોટડા રોડ પર આવેલ ખુલ્લ ી જગ્યામાં નાશ કરવામાં આવ્યો હતો જે જોઈને પ્યાસીઓના જીવ તાળવે ચોટ્યા હતા. ગોંડલ ડિવિઝન પોલીસ દ્વારા શહેર અને તાલુકાના ગ્રામ્યના અલગ અલગ વિસ્તારોમા 67 ગુન્હામાં કુલ 19365 વિદેશી દારૂની બોટલો કુલ કી. 61.70 લાખનો મુદામાલનો નાશ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના વિવિધ ગામોમાં 38 ગુન્હામાં બોટલ 15200 કીમત આશરે 48 લાખ 16 હજાર 592નો મુદામાલનો નાશ કરવામાં આવ્યો છે જ્યારે સુલતાનપુર પોલીસ સ્ટેશનના 4 ગુન્હામાં 124 બોટલનો 16350નો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે.  નોંધનીય છે કે, ગોંડલ સીટી એ અને બી ડિવિઝન અને તાલુકા પોલીસ તેમજ સુલતાનપુર પોલીસ દ્વારા 9 મહિના દરમ્યાન શહેર અને તાલુકાના અલગ અલગ 67 જગ્યા એ રેડ પાડી હતી. જેમાં ગોંડલ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ વિસ્તારોમાં 14 ગુન્હામાં 3391 બોટલ મળી કુલ કિંમત 11 લાખ 25 હજાર 110 મુદામાલનો નાશ કરાયો હતો જ્યારે ગોંડલ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 11 ગુન્હામાં 650 બોટલ અને 2 લાખ 12 હજાર કિંમતનો દારૂનો જથ્થો નાશ કરાયો હતો. ગોંડલ શહેરના વોરા કોટડા રોડ પર આવેલ ખુલ્લ ી જગ્યામાં દારૂનો નાશ કરાયો હતો. બુલડોઝરના તોતિંગ વ્હીલ ફરી વળતા દારૂની છોડો ઉડી હતી અને પ્યાસીઓના જીવ તાળવે ચોટ્યા હતા. દારૂના નાશ દરમ્યાન પ્રાંત અધિકારી રાહુલ ગમારા, ડીવાયએસપી કે.જી. ઝાલા, સીટી એ ડિવિઝન પીઆઇ એ.સી. ડામોર, બી ડિવિઝન પીઆઇ જે.પી. ગોસાઈ, તાલુકા પીઆઇ જે.પી. રાવ, સુલતાનપુર પીએસઆઇ આર.આર. સોલંકી, નશાબંધી અધિકારી હરદેવસિંહ ગોહિલ તેમજ સીટી અને તાલુકા પોલીસ સ્ટાફની હાજરીમાં દારૂનો નાશ કરાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application