આઠ કરોડની અંદાજિત આવક્વાળું બજેટ સર્વાનુમતે મંજૂર

  • April 01, 2021 08:20 PM 

દ્વારકાધીશ મંદિરના નાણાંકીય વર્ષ ર0ર1-રર માટે દેવસ્થાન સમિતિની ઓનલાઇન બજેટ બેઠક

નાણાંકીય વર્ષના અંતિમ દિવસે દ્વારકાધીશ મંદિરની વહીવટદાર દેવસ્થાન સમિતિની ઓનલાઇન બજેટ બેઠક સમિતિના અધ્યક્ષ તથા જિલા કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ્સ્થાને યોજાઇ હતી. આ બજેટ બેઠકમાં આગામી નાણાંકીય વર્ષ ર0ર1-રર માટે જગતમંદિરનો વર્ષ દરમ્યાન રુપિયા છ કરોડના ખર્ચ સામે અંદાજિત આઠ કરોડની આવક્વાળું પુરાંતલક્ષી બજેટ રજૂ કરાયું હતું, જે સર્વાનુમતે મંજૂર કરાયું હતું.

આ બજેટ બેઠકમાં દ્વારકાધીશ મંદિર દેવસ્થાન સમિતિના વહીવટદાર નિહાર ભેટારીયા તથા સભ્યો મુરલીભાઇ પુજારી, સુભાષભાઇ ભાયાણી, પરાગભાઇ દાવડા, ભાવિકભાઇ બરછા, પરેશભાઇ ઝાખરીયા ઇન્ચાજ ડીવાય.એસ.પી. સમીર સારડા વિગેરે જોડાયા હતા.

આ તકે સમિતિના સભ્યો પરેશભાઇ ઝાખરીયા તેમજ સુભાષભાઈ ભાયાણી દ્વારા દ્વારકાધીશ જગતમંદિરમાં ભક્તિગીત તેમજ આરતી માટે અદ્યતન સાઉન્ડ સીસ્ટમની સુવિધા ઉપલબ્ધ કરાવવા દરખાસ્ત કરવામાં આવી હતી, જેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. દર્શનાર્થીઓ માટે સુચારુ દર્શન-વ્યવસ્થા તથા પૂજારીઓના પ્રશ્નો અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS