રૈયા રોડ પર મકાનમાં 29 બોટલ દારૂના જથ્થા સાથે બેલડી ઝડપાઈ

  • April 27, 2024 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના રૈયા રોડ પર સમન્વય સોસાયટીમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે મકાનમાં દરોડો પાડી 29 બોટલ દારૂ સાથે બે શખસોને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય એક શખસનું નામ ખુલ્યું હતું.બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઇ એમ.જે.હુણ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ અમિતભાઈ અગ્રાવત અને કોન્સ્ટેબલ વાલજીભાઈ જાડાને મળેલી બાતમીના આધારે રૈયા રોડ પર સમન્વય સોસાયટી મકાન નંબર 30 માં રહેતા મૂળ મીઠાપુરના વતની પારસ ઉર્ફે રાજેશ સુભાષભાઈ વાળા(ઉ.વ 23) ના મકાનમાં પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે અહીંથી રૂપિયા 99,908 ની કિંમતનો 29 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. દારૂના આ જથ્થા સાથે પારસ ઉર્ફે રાજેશ ઉપરાંત મનીષ રસિકભાઈ સાંચલા (ઉ.વ 30 રહે. કોઠારીયા રોડ રણુજાનગર શેરી નંબર 3) ને ઝડપી લીધો હતો. જ્યારે આ બંને શખ્સોની પૂછતાછ કરતા રાજકોટમાં રહેતા નિખિલ કોટેચાનું નામ ખુલતા ત્રણેય સામે ગુનો નોંધી નિખિલને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application