બરડીયા નજીકના પેટ્રોલ પંપમાં ઉધાર પેટ્રોલ ભરાવી, રોકડ રકમની માંગણી કરતા શખ્સોએ બોલાવી બઘડાટી

  • December 04, 2024 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચાર સામે ફરિયાદ: સીસીટીવી ફૂટેજ વાયરલ


દ્વારકા નજીક આવેલા બરડીયા ગામ પાસેના એક પેટ્રોલ પંપ ખાતે રવિવારે સાંજના સમયે ચાર શખ્સોએ બોલાચાલી કરી, અને અહીં રહેલા કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.


આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દ્વારકા તાલુકાના બરડીયા ગામે રહેતા અને રેલવે ફાટક પાસે આવેલા હિન્દુસ્તાન પેટ્રોલિયમના પેટ્રોલ પંપમાં નોકરી કરતા દેરાજભા જેઠાભા બઠીયા નામના 25 વર્ષના હિન્દુ વાઘેર યુવાન રવિવાર તા. 1 ના રોજ સાંજના સમયે પેટ્રોલ પંપ ખાતે હતા, ત્યારે અહીં બરડીયા ગામનો દેવરાજભા મુરુભા સુમણીયા નામનો શખ્સ આવ્યો હતો. તેણે પ્લાસ્ટિકની બોટલમાં 90 રૂપિયાનું ઉધાર પેટ્રોલ ભરી દેવા તેમજ રૂપિયા 15,000 ઉછીના આપવા માટે માંગણી કરી હતી.જે અંગે ફરિયાદી દેરાજભાએ ના કહેતા અહીં આવેલા દેવરાજભા તેમજ અન્ય આરોપીઓ ડેપાભા મુરૂભા સુમણીયા, વેજાભા હાઠીયાભા સુમણીયા અને વેજાભા જગાભા માણેક નામના ચાર શખ્સોએ આવી, અને લોખંડની સાંગાણી (કોસ) વડે માર મારી, ગંભીર ઇજાઓ પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.


આ ઘટનામાં ઈજાગ્રસ્ત યુવાનને ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ઉપરોક્ત બનાવના સી.સી. ટી.વી. ફૂટેજ પણ વાયરલ થયા છે. જે અંગે દ્વારકા પોલીસે ભારતીય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના એ.એસ.આઈ. બી.વી. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application