બર્ધનચોકમાં જપ્તીની કાર્યવાહી કરતા એસ્ટેટ અધિકારી અને વેપારી વચ્ચે બોલાચાલી

  • May 04, 2023 11:50 AM 

તાત્કાલીક અસરથી પોલીસને બોલાવી લેવામાં આવતા મામલો થાળે પડયો: દશેક વેપારીઓની પાર્કિંગ ગ્રીલ કબ્જે કરી: એસ્ટેટ અધિકારીને ઘેરાવ

જામનગરના હાર્દ સમા બર્ધનચોક વિસ્તારમાં અવારનવાર વેપારીઓ અને પોલીસ વચ્ચે બબાલ થાય છે, છેલ્લા કેટલાક સમયથી મેયર બિનાબેન કોઠારી, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડયા સહિતના પદાધિકારી એસ્ટેટ વિભાગને સાથે રાખીને ટ્રાફિક ખુલ્લો કરાવવા પ્રયાસ કરે છે, પરંતુ વેપારીઓ પોતાની મનમાની કરે છે અને ગઇકાલે કેટલાક વેપારીઓને રેલીંગ હટાવવા સુચના આપતા એસ્ટેટ અધિકારી દિક્ષીતને ઘેરાવ કરવામાં આવતાં ભારે બબાલ મચી હતી, મામલો વધુ બિચકે તે પહેલા અધિકારીએ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી, જો કે આ મામલે કડક પગલા લેવાય તો જ આ રસ્તો ખુલ્લો થઇ શકે તેમ લોકોનું કહેવું છે અને વેપારીઓ અને પાથરાણવાળાઓની દાદાગીરીને કારણે લોકોને ખુબ જ મુશ્કેલી પડે છે.

આ અંગેની વિગત એવી છે કે, ગઇકાલે સાંજે 6:30 વાગ્યા બાદ એસ્ટેટ શાખાના નીતીન દિક્ષીત, યુજરાજસિંહ સહિતના અધિકારીઓ નો-વોર્કીંગ ઝોન  આજુબાજુના જુમ્મા મસ્જીદ રોડ પર દરબારગઢ સુધીના પથારા અને રેકડીવાળાને હટાવવા કાર્યવાહી કરી હતી ત્યારે લોકોને દ્વિચક્રિય વાહન લઇને ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે, અવારનવાર આ પ્રકારની ડાઇવ થતી હોવાના કારણે કેટલાક વેપારીઓને પથારાવાળાઓ ગુસ્સામાં હતાં ત્યારે ગઇકાલે કેટલાક લોકોએ એસ્ટેટ અધિકારીને ઘેરાવ કરતા મામોલ બિચકયો હતો, એક વેપારીને માલ જપ્તીની ચેતવણી આપતા જ વેપારી અને દિક્ષીત વચ્ચે બોલાચાલી થઇ હતી, મામલો વધુ બિચકે તે પહેલા પોલીસને ફોન કરાતા તાત્કાલીક પોલીસ કાફલો ઘસી આવ્યો હતો અને દબાણો દુર કરાવ્યા હતાં.

અવારનવાર એસ્ટેટ શાખાના કર્મચારીઓ પર હુમલો થતાં હવે મ્‌યુ.કમિશ્નરે પણ આ અંગે દાખલો બેસાડીને આવા માથાભારે વેપારીઓને દુર ખસેડવા જોઇએ તેમ લોકોમાં બોલાઇ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application