જામનગરમાં બ્રાસપાર્ટના ધંધાર્થીએ ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત

  • February 05, 2025 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના મયુરપાર્કમાં રહેતા બ્રાસપાર્ટના ધંધાર્થીએ છેલ્લા એક દાયકાથી ધંધો બરાબર ચાલતો ન હોય જેથી કંટાળી જઇને ગળાફાંસો ખાઇ જીવાદોરી ટુકાવી લેતા પરિવારમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે. આ અંગે પોલીસમાં જાહેર થયેલી વિગતોના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.
​​​​​​​

જામનગરના મેહુલ સીનેમા પાછળના વિસ્તારમાં આવેલ મયુરપાર્ક ખાતે રહેતા નિલેશભાઇ પ્રેમજીભાઇ ચાવડા બ્રાસ પાર્ટનો ધંધો કરતા હોય અને દસેક વર્ષથી ધંધો બરાબર ચાલતો ન હોય જેના કારણે કંટાળી જઇને ગઇકાલે પોતાના ઘરે પંખામાં સાડી વડે ગળાફાંસો ખાઇ લેતા તેમનું મૃત્યુ નિપજયુ હતું. 
આ બનાવ અંગે મયુરપાર્ક શેરી નં. ૫ના છેડે રહેતા બિશન નિલેશભાઇ ચાવડા (ઉ.વ.૩૩)એ સીટી-સી ડીવીઝનમાં જાણ કરી હતી જેના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application